For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 92 તાલુકામાં પડ્યો વરસાદ, વાપીમાં 7 ઈંચ

06:04 PM Jun 19, 2025 IST | revoi editor
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 92 તાલુકામાં પડ્યો વરસાદ  વાપીમાં 7 ઈંચ
Advertisement
  • દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ,
  • વાપીમાં બજાર-ઘરોમાં પાણી ઘૂસ્યાં
  • અંબિકા સહિત નદીઓમાં પૂર આવ્યા

અમદાવાદઃ ગુજરાતભરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 192 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડીમાં 5 ઈંચ, કપરાડામાં સાડાચાર ઈંચ, તથા ધરમપુર, ઉંમરગામ, નવસારીના ખેરગામ, 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે મેઘારાજાએ દક્ષિણ ગુજરાતને તરબોળ કર્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા.

Advertisement

ગુજરાતભરમાં આજે ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર-કચ્છ બાદ આજે દક્ષિણ ગુજરાતમાં બેટિંગ કરી હતી. આજે સવારે 6:00 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 7 ઈંચ પડતા શહેર જળબંભોળ બન્યું હતું. વાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે નદીઓ બે કાંઠે વધી રહી છે. ઘણી જગ્યાએ અંડરપાસ, કોઝવે અને પુલ પરથી પાણી વહી રહ્યા છે. જ્યારે તેમાંથી નેશનલ હાઈવે પણ બાકાત નથી. ભારે વરસાદને લઇ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પ્રભાવિત થયો છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. વલસાડ નજીક નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા છે. સુરતથી મુંબઈ તરફના હાઇવે પર પાણી ભરાયા છે. નેશનલ હાઇવે 48 પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજને લીધે રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઇવે 48 પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી છે.

Advertisement

વલસાડમાં પ્રથમ વરસાદે આફત સર્જી છે. ભારે વરસાદના લીધે ઘરો અને દુકાનો પાણી ઘૂસવા લાગ્યા છે. ભારે વરસાદના લીધે જનજીવનને અસર થઇ છે. છીપવાડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં 10થી વધુ વાહનો દટાયા છે.

વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. ઉપરવાસમાં વરસાદ થતાં મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તો બીજી તરફ  કોલક નદી બે કાંઠે વહેવા લાગી છે

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 19 રસ્તાઓ અવરોધાયા છે. જેમાં વાંસદાના 14,નવસારીના 02,ચીખલીના 02,ખેરગામ 1 રસ્તાનો સમાવેશ થાય છે. તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રએ અનુરોધ કર્યો છે.

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement