હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં બપોર સુધીમાં 116 તાલુકામાં મેઘાની મહેર, રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો

06:05 PM Jun 30, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં આજે સાંજના 4 વાગ્યા સુધીમાં 116 તાસુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં 3 ઈંચ, તથા દ્વારકામાં સવા બે ઈંચ. તેમજ ખંભાળિયા, ભાણવડ, માણાવદર, જોમ જોધપુર, ઉમરપાડા, કચ્છના માંડવી, કૂતિયાણા, સહિત 116 તાલુકામાં વરસાદ ઝાપટાંથી લઈને 3 ઈંચ પડ્યો હતો. અત્યાર સુધીમાં સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં રિજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં 23.53 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 33.35 ટકા, સૌરાષ્ટ્રમાં 32.32  ટકા, દક્ષિણ ગુજરાતમાં 34.73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સરેરાશ સીઝનનો 32.73 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.73 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ 32થી 35 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા કરતા ઓછો વરસાદ પડ્યો છે. હાલ 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર 1 તાલુકો છે. આ સિવાય 26 તાલુકામાં 20થી 40 ઈંચ, 89 તાલુકામાં 10થી 20 ઈંચ, 41 તાલુકામાં 5થી 10 ઈંચ અને 5 તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ 2024માં 29મી જૂન સુધી સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ પડ્યો હતો.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી છઠ્ઠી જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તે અંગેની આગાહી આપવામાં આવી છે. આજે 30મી જૂન અને સોમવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. પહેલી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
116 talukas32 percent of season's rainfallAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRainSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article