દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. હવામાન વિભાગે હજી પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ઉનાળા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. રાજયમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ, ભુજ તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી નોંધાયું હતું. તો અમદાવાદમાં , ડીસા અને ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.આજે હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થઈ રહ્યો છે આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધીની રહી શકે છે.