For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં પડ્યો વરસાદ, રવિવારથી ભારે વરસાદની શક્યતા

06:08 PM Jun 13, 2025 IST | revoi editor
દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં પડ્યો વરસાદ  રવિવારથી ભારે વરસાદની શક્યતા
Advertisement
  • વાપીના અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુળશ્કેલીમાં મુકાયા,
  • ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો,
  • કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

અમદાવાદ: ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી શક્યતા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં ઉમરગામ, વાપી, વલસાડ, ધરપપુર, કપરાડા, વાસદાં, ખેરગામ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 19 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વાપી અને ઉંમરગામમાં એક ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

Advertisement

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા દર્શાવી છે. આ સાથે 15મી જૂન બાદ વરસાદનું જોર વધવાની પણ આગાહી કરી છે. તો આજે સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થયો છે. ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવનને લીધે અનેક મકાનો અને કંપનીઓના શેડ અને પતરા ઉડ્યા હતા. સંજાણ અને આસપાસના વિસ્તારમાં પતરા અને કાટમાળ રસ્તા ઉપર પડ્યા છે. ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા, કેટલીક જગ્યાએ વાહનો પણ દબાયા હતા. વીજ લાઈનો પર વૃક્ષો પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધશે. 14થી 17 જૂન દરમિયાન થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 24 કલાક બાદ ચોમાસાની ધરી આગળ વધવાની શકયતા છે. 48 કલાક બાદ ગુજરાતની બોર્ડર પર ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સાથે 14 જૂનના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કાલે તા. 14મીના રોજ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement