દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં વરસાદ, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ
01:21 PM Jul 10, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેરઠ, લખનૌ, આગ્રા, બલિયા,ગોરખપુર,વારાણસી, મુઝફ્ફરનગર,સહિત 15 જિલ્લામાં વરસાદ પડી શકે છે.
Advertisement
ઉત્તરાખંડની રાજધાની દહેરાદુન સહિત ચાર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને વિદર્ભમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત આસામ, મેઘાલય,મણિપુર, અને ત્રિપુરામાં તેજ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હરિયાણાના ગુરૂગ્રામમાં પડી રહેલ ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે.
Advertisement
Advertisement
Next Article