હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં 148 તાલુકામાં વરસાદ, ગોંડલ 4 ઈંચ,વીજળી પડતા 3ના મોત

01:05 PM Jun 15, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. ત્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 148 તાલુકામાં વરસાદનોંધાયો હતો. જેમાં રાજકોટના ગોંડલમાં 4 ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, દસાડામાં ત્રણ ઈંચ તામજ રાજકોટ, માંડલ, નડિયાદ, ધોળકા, વસો, અને થાનગઢમાં અઢીથી પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. અને બાકીના વિસ્તારોમાં ઝાંપટાંથી લઈને બે ઈંચવરસાદ પડ્યો છે. વીજળી પડતા દાહોદમાં પિતા-પુત્રનું અને માંગરોળમાં મહિલાનું મોત થયું છે. હાલોલમાં કાર પર હોર્ડિંગ ધરાશાયી થયું હતું. આજે રવિવાર્ બપોર સુધીમાં સુરત. નવસારી અને વલસાડમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યાના વાવડ મળ્યા છે.

Advertisement

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

જ્યારે ગીર સોમનાથ, બોટાદ, દીવ, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, દ્વારકા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, આણંદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદની આગાહીને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

શનિવારે ગોંડલ શહેરમાં એક કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં ચાર જેટલા અંડરબિજમાં વરસાદી પાણી ભરાઈ જતા જેતપુરના સાંઢીયા પુલે ટ્રાફિકજામ સર્જાયો હતો. રાજકોટના રૈયા ગામ ખાતે ગોઠણડૂબ પાણી ભરાયા. રસ્તા પર પાણી ફળી વળ્યાં છે. પશ્ચિમ રાજકોટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, દર વર્ષે રૈયા ગામ ખાતે વોંકળા આસપાસ પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. માંગરોળના કંટવાવ ગામે વીજળી પડતા 40 વર્ષીય મહિલાનું મોત. સુનિતા ચૌધરી નામની મહિલાનું થયું મોત. મહિલા પતિ સાથે ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે વીજળી પડી હતી. હાલોલ શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે ફૂંકાયેલા વાવાઝોડાએ જ્યોતિ સર્કલ વિસ્તારમાં ભારે તબાહી સર્જી છે. ભારે પવન સાથે વાદળો ગોરંભાયા અને ધૂળ ભરી હવા વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રોડ પરથી પસાર થતી કાર પર મોટું હોર્ડિંગ ધરાશાયી થયું હતું. જોકે, કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક નિલેશ ગોસ્વામીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડા બાદ તરત જ વરસાદ શરૂ થયો હતો. આના કારણે વાતાવરણમાં ભીની ઠંડક પ્રસરી ગઈ છે. અનેક દિવસોથી ગરમી અને ભારે ઉકળાટથી પરેશાન રહેલા વિસ્તારમાં લોકોને રાહત મળી છે..

Advertisement
Tags :
148 talukasAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRainSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article