હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત બન્યાં

11:26 AM May 10, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

Advertisement

આ દરમિયાન તાપમાનની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતનાં ભાગોમાં તાપમાન નીચું રહ્યું હતું, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં નીચે ગયેલા તાપમાને આકરી ગરમીથી રાહત આપી હતી. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી ઊંચું હતું તાપમાન નોંધાયું હતું.

ગઈકાલે રાજ્યનાં ડોલવણ, ગાંધીનગર, ધોળકા, કપરાડા , પાલનપુર, લાખણી, દાંતા, ધરમપુર, નાંદોદ, ભિલોડા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનાં તાલાલા, ગીર ગઢડા, બગસરા, કોટડા સાંગાણી, ખંભાળિયા, ગોંડલ, રાજકોટ, રાજુલા, માણાવદર, તળાજા, જસદણ અને વઢવાણમાં વરસાદ નોંધાયો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ત્યારબાદ ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના તમામ જિલ્લાઓમાં અને કચ્છના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

તે ઉપરાંત આગામી બે દિવસ એટલે કે 11 મેથી લઈને 12 મે સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Advertisement
Tags :
Aajna Samacharbecame worriedBreaking News GujaratifarmersgujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmany districtsMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrain forecastSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article