For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં મોડીરાતથી સવાર સુધી અને ત્યારબાદ બપોરે વરસાદ તૂટી પડ્યો

04:50 PM May 07, 2025 IST | revoi editor
અમદાવાદમાં મોડીરાતથી સવાર સુધી અને ત્યારબાદ બપોરે વરસાદ તૂટી પડ્યો
Advertisement
  • વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા
  • શહેરના અન્ડર બ્રિજ બંધ કરાયા
  • વાદળો ઘનઘોર બનતા સૂર્યનારાયણે પણ દર્શન ન આપ્યા

અમદાવાદઃ શહેરમાં સોમવારની સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. ગત મોડી રાતથી સવાર સુધી શહેરમાં વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે બપોરે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, શહેરના મોટાભાગના અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં તમામ અન્ડરબ્રિજ  બંધ કરવામાં આવ્યા છે.

Advertisement

અમદાવાદ શહેરમાં ગત મધરાત બાદ પડેલા ધોધમાર વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રોડ રસ્તા અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર પડી છે.  એકબાજુ ભારતને પાકિસ્તાન પર મોડી રાતે એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં મોડી રાતે કમોસમી વરસાદે રમઝટ બોલાવી હતી. મોડી રાતથી જ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે બુધવારે બપોરના સમયે પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા. ભારે વરસાદને લીધે મકરબા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. સવારના લગભગ 8 વાગ્યે પણ સાંજનો સમય હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ઘટાટોપ વાદળોને લીધે સૂર્યનારાયણે પણ દર્શન દીધા નહતા.

Advertisement

શહેરમાં ભારે વરસાદને લીધે વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે ઓફિસો જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  મકરબા રેલવે ક્રોસિંગ અન્ડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ અન્ડરપાસ ગટરના પાણીથી ભરાયો છે. પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. SG હાઈવે, ચાણક્યપુરી, ગોતા સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

Advertisement
Tags :
Advertisement