For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચોટિલામાં કેજરિવાલની સભામાં વરસાદ વિધ્ન બન્યો, વરસાદે AAPનો પ્લાન બગાડ્યો

05:32 PM Sep 07, 2025 IST | Vinayak Barot
ચોટિલામાં કેજરિવાલની સભામાં વરસાદ વિધ્ન બન્યો  વરસાદે aapનો પ્લાન બગાડ્યો
Advertisement
  • કેજરિવાર ગુજરાતની મુલાકાતે આવ્યા પણ સભા ન યોજી શકાઈ,
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાની જાહેરાત,
  • આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે

અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ચોટીલા ખાતે કપાસ પરના આયાત વેરાને હટાવવાના વિરોધમાં આજે રવિવારે આયોજિત કરાયેલી કિસાન મહાપંચાયત છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી હતી. ચોટિલામાં જ્યાં સભા યોજાવાની હતી. તેના ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં વરસાદના કારણે સભાને મોકૂફ રાખતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. દરમિયાન  કેજરીવાલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે. કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અરવિંદ કેજરીવાલની સભાનાં ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં વરસાદના કારણે સભાને મોકૂફ રાખતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. સતત આઠ દિવસ સ્થાનીક AAPના નેતાઓ અને કાર્યકરો ગામડે ગામડે પહોંચી સભા ને સફળ બનાવવા માટે મહામહેનતે કરી રહ્યા હતા.ખેડૂત મહાપંચાયત સભામાં 25 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવું AAPનું તારણ હતું. હવે આગામી દિવસોમાં સભાનું આયોજન કરવામાં આવશે અને તારીખ નક્કી કરવા કરવામાં આવશે તેવું AAPના નેતાઓ જણાવી રહ્યા છે.

ચોટીલા ખાતે કિસાન મહાપંચાયત વરસાદના કારણે રદ્દ કરવામાં આવતા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે અમેરિકાથી આવતા કપાસ પર લગાવવામાં આવેલું 11% ટેરિફ રદ્દ કરાતા ભારતના ખેડૂતો પાયમાલ બની આત્મહત્યા કરી લેશે એવી ભીતિ વ્યક્ત કરી. જેથી, USથી આવતા કપાસ પર પુનઃટેરિફ લગાવવામાં આવે, એક મણ દીઠ કપાસના ભાવ રૂ.2100 આપવાની માંગ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement