કચ્છના ગાંધીધામથી રેલવેની કન્ટેનર સેવાનો કરાયો પ્રારંભ
- પ્રથમ 96 કન્ટેનર સાથેની રેક ટ્રેન લુધિયાણા જવા રવાના થઈ
- કન્ટેનર સેવાથી કચ્છના વેપાર અને ઉદ્યોગ જગતને ફાયદો થશે
- કન્ટેનર સેવાથી રોડ પરિવહન પરનો ભાર ઓછો થશે
ભૂજઃ કચ્છના ગામધીધામથી રેલવેની કન્ટેનર ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ 96 કન્ટેન્ટર સાથેની રેક ટ્રેન કે જેમાં ઓઈલનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો. અને કન્ટેનર ટ્રેન ગાંધીધામથી લુધિયાણા જવા રવાના થઈ હતી. આ કન્ટેનર ટ્રેનને લીધે કંડલા પોર્ટ અને ગાંધીધામ વિસ્તારના તમામ ઉધોગકારોને ફાયદો થશે અને આવનારા સમયમાં ઝડપથી માલ પરિવહન શક્ય બનશે
કચ્છના ગાંધીધામ રેલવે ગુડ્સ સર્વિસ ખાતેથી પ્રથમ વખત કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રથમ 96 કન્ટેન્ટર સાથેની રેક ટ્રેન કે જેમાં ઓઈલનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો, તે આજે ગાંધીધામથી લુધિયાણા જવા રવાના થઈ હતી. આ સુવિધાના કારણે કચ્છના વેપાર અને ઉદ્યોગ જગતને ફાયદો થશે. ગાંધીધામ સાઈડિંગથી પ્રથમ વખત કન્ટેનર ટ્રેનની કામગીરી શરૂ થઈ છે, જેનાથી કંડલા પોર્ટ અને ગાંધીધામ વિસ્તારના તમામ ઉધોગકારોને ફાયદો થશે અને આવનારા સમયમાં ઝડપથી માલ પરિવહન શક્ય બનશે તો સાથે જ માલની કિંમતમાં પણ ફ્રેઈટમાં પણ ઘટાડો થશે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, ભારતીય રેલ્વે અને iWare સપ્લાયચેન સર્વિસીસ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઐતિહાસિક રેલ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કન્ટેનર રેલ સુવિધા શરૂ થવાથી ગાંધીધામના વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. કારણ કે આ સુવિધાથી ઝડપી, સરળ અને પારદર્શક લોજિસ્ટિક્સ પરિવહન કરવામાં આવશે.
ગાંધીધામ કચ્છનું આર્થિક પાટનગર છે અને અહીં ટીમ્બર , કેમિકલ, પાઇપ, ઓઈલ, મીઠાને સબંધિત અનેક ઉધોગો આવેલા છે, ત્યારે રોડ પરિવહન થકી જે માલ મોકલવામાં આવતો હતો તે હવે કન્ટેનર ટ્રેન મારફતે મોકલવામાં આવશે જેથી વેપારીઓનો સમય પણ બચશે. આ ઉપરાંત માલની સેફ્ટી પણ વધારે રહેશે અને સાથે કોસ્ટ કટીંગ પણ આવશે