હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે ફેક કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડો, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

05:33 PM May 23, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરી તેમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્‍સ વગર અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્‍સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્‍સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લીફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટની ઇન્‍સ્ટાગ્રામ સોશિયલ મીડીયા પર મોટાપાયે જાહેરાતો કરી Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું ગેરકાયદેસર કૃત્ય ચાલતું હતું. આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ સુરતના રાજેશભાઇ ડાહ્યાભાઇ લાઠીયાના રહેણાંકના મકાન સુરત ખાતે દરોડો પાડતાં પેકીંગ મટીરીયલ તેમજ ડુપ્લીકેટ પ્રોડક્ટના ઓનલાઇનના બોક્ષ વિપુલ માત્રામાં મળી આવ્યા હતા. જેઓએ તેમના અન્ય પાર્ટનરની સાથે મેળાપીપળામાં ઓનલાઇન બ્રાન્‍ડેડ ડુપ્લીકેટ કોસ્મેટિકનું રેકેટ ચાલુ કર્યું હતું, જેથી તંત્રની જૂનાગઢની ટીમે કુલદીપ પટોળીયા, કેશોદના રહેઠાણ મકાનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવટો મળેલ જે ઓનલાઇન Meesho પ્લેટફોર્મ પર ભાગીદારીથી વેચાણ કરતાં ઝડપી પાડી હતી. વધુમાં, તેઓના ત્યાંથી બનાવટી કોસ્મેટિકના 14 નમુના પૃથ્થકરણ અર્થે મોકલી આપી અને આશરે રૂ. 55 લાખનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.

આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના  કમિશનરે જણાવ્યું હતું કે,  સુરતની મે. WRIXTY AYURVEDA ના માલિક કૈશીક ધર્મેશભાઇ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન વિપુલ માત્રામાં બનાવટી કોસ્મેટિકનું વેચાણની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળી હતી. જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ સુરત ખાતે દરોડો પાડી ખોટા લાયસન્‍સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનુ વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડ્યાં હતા. આ ઇસમોને પ્રોડક્ટનાં લેબલ અને તૈયાર પ્રોડક્ટ વગેરે મુંબઇના ક્રાફેટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્‍ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતાં હતા, જેમને આ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુમાં, વેચાણ અર્થે કુલ ૦૫ નમૂના પૃથ્થકરણ કરી અને આશરે રૂ. 15 લાખનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ ઉપરાંત ગાંધીનગરના પેથાપુર ખાતે મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્‍ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા મળી આવ્યા હતા. તેમના મકાનમાં ZEBA ZULF-E-HENNA (HENNA POWDER) અને HAIR COLOR NATURAL BLACK બનાવટી કોસ્મેટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જેની બાતમી મળતાં વડી કચેરી ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન M/S. EXCELL IMPEX GUJARAT PVT. LTD., અમદાવાદ અને M/S. YUTVIKA NATURAL PVT LTD, રાજસ્થાનની કંપનીની ઉપરોક્ત બ્રાન્‍ડની ડુપ્લીકેટ પ્રોડક્ટો બનાવતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. વધુમાં, તેમના ત્યાંથી 2 નમૂના પૃથ્થકરણ અર્થે લઈ અને રૂ. 30 લાખની કિંમતનો મુદ્દામાલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો તેમજ દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઇસમો પેકિંગ- પ્રિન્‍ટીંગ મટિરિયલ વગેરે મે. શ્લોક ઇંડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઇ પાસેથી પ્રિંટ કરાવીને મેળવતા હતા અને આ બાબતે કોઇ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiFake cosmetic manufacturers raidedgoods worth one crore seizedGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article