For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાં દરોડા

11:45 AM Nov 20, 2025 IST | revoi editor
જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાં દરોડા
Advertisement

જમ્મુ, 20 નવેમ્બર, 2025ઃ Raids at The Kashmir Times newspaper office in Jammu દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બોંબ વિસ્ફોટ બાદ દેશના વિવિધ ભાગમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોની શોધ ચાલુ છે. એ દરમિયાન આજે ગુરુવારે જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાં દરોડો પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ દરોડો રાજ્ય તપાસ એજન્સી (એસઆઈએ) દ્વારા પાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આ અખબાર વિરુદ્ધ થોડા દિવસ પહેલાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેના આધારે દરોડો પાડીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ સઘન તપાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ અખબાર સામે તપાસ કરવામાં આવી રહી હોય એવો આ પહેલો પ્રસંગ નથી. ધ કાશ્મીર ટાઈમ્સ અખબારમાં દેશ વિરોધી સમાચારો પ્રકાશિત થતા હોવાના આક્ષેપને પગલે અગાઉ પણ તેની સામે તપાસ થઈ હતી.

Advertisement

2020માં આ અખબારની ઑફિસને થોડા સમય માટે સીલ પણ કરી દેવામાં આવી હતી. જોકે, છેલ્લા થોડા મહિનાથી આ અખબારનું પ્રકાશન બંધ હોવાનું કહેવાય છે.

આ કેસમાં વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

રાજ્યના ૭૦,૦૦૦ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટન મગફળીની ખરીદી

Advertisement
Tags :
Advertisement