For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુંબઈ અને રાંચી સહિત 12થી વધુ સ્થળોએ દરોડા : 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

04:29 PM Sep 10, 2025 IST | revoi editor
મુંબઈ અને રાંચી સહિત 12થી વધુ સ્થળોએ દરોડા   8 શંકાસ્પદ આતંકી ઝડપાયા
Advertisement

નવી દિલ્હી : દિલ્હી પોલીસે એક ISIS આતંકીને ઝડપી પાડ્યા બાદ દેશભરમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન 8થી વધુ શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મુખ્ય આરોપી આફતાબ મુંબઈનો રહેવાસી છે, જ્યારે રાંચીમાંથી એક અન્ય શંકાસ્પદ આતંકી અસહર દાનિશની ધરપકડ થઈ છે. આ કાર્યવાહી દિલ્હી પોલીસ, ઝારખંડ ATS અને રાંચી પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ હતી. હાલમાં તમામ શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Advertisement

સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીઓએ દેશભરમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડી અનેક ઠેકાણેથી 8 આતંકી સંદિગ્ધોને પકડી પાડ્યા છે. દિલ્હી સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે તપાસ તથા પૂછપરછ ચાલુ છે. ઝારખંડની રાજધાની રાંચીના એક લોજમાંથી ISISનો શંકાસ્પદ આતંકી પકડાયો છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રાંચીના લોઅર બજાર થાણા વિસ્તારના ઇસ્લામ નગરમાંથી પોલીસે શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો છે. તેની પાસે આતંકી સંગઠન સાથે જોડાણ હોવાના પુરાવા મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન આપત્તિજનક સામગ્રી અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાંચીમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદનું નામ અસહર દાનિશ છે. તે ઝારખંડના બોકારો જિલ્લાના પેટવાર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી ખાતે નોંધાયેલા કેસના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે અને તેના આતંકી સંગઠનો સાથેના કનેક્શન અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. રાંચી અગાઉ પણ આતંકી નેટવર્કના અડ્ડા તરીકે સામે આવી ચૂક્યું છે અને અહીંથી અગાઉ પણ સંદિગ્ધ આતંકીઓ ઝડપાયા હતા. આવનારા દિવસોમાં આ કેસમાં અનેક મહત્ત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement