For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહેસાણાના ગિલોસણ ગામે ઘીની ફેકટરી પર દરોડો, 96 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

05:10 PM Oct 15, 2025 IST | Vinayak Barot
મહેસાણાના ગિલોસણ ગામે ઘીની ફેકટરી પર દરોડો  96 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
Advertisement
  • ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું'ને પોલીસે દરોડો પાડ્યો,
  • ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા,
  • લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે

મહેસાણાઃ શહેર નજીક આવેલા ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ.96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી પોલીસે પકડેલાં રૂ.95,59,718 નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, મહેસાણા તાલુકા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ગિલોસણ ગામે પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની  ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો મારી શંકાસ્પદ ઘીનો રૂ.95,59,718 નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ફેક્ટરીને સીલ મારીને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફુડ અધિકારીઓએ ત્વરિત પહેંચીને ગિલોસણ ગામની ઘી બનાવતી ફેક્ટરીમાંથી જુદાજુદા ઘીના 18 સેમ્પલ લીધાં હતા.આ બાબતે ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, ફૂડતંત્રની ટીમે સ્થળ પર જઈ શંકાસ્પદ ઘી ના 18 સેમ્પલ લઈ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીનો અંદાજે રૂ.95,59,718 નો કુલ16812 લિટર જથ્થો સીઝ કરી ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈગોવિંદભાઈ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી અપાયા છે. લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણા ફૂડ તંત્રના કહેવા મુજબ  શંકાસ્પદ ઘીના સેમ્પલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે તો અધિક નિવાસી કલેક્ટર (આર.એ.સી.) ની કોર્ટમાં કેસની કાર્યવાહી કરી શકાય છે. તેમાં એકમ માલિકને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે અનસેફ રિપોર્ટ આવે તો જ્યુડીશીયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં રૂ.3 લાખ સુધીના દંડની જોગવાઈ અને 3 માસ સુધીની કેદની સજાની જોગવાઈ છે

Advertisement

Advertisement
Tags :
Advertisement