હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નડિયાદમાં ભેલસેળીયું ઘી બનાવતી ફેકટરી ઉપર દરોડા, 8.50 લાખનો જથ્થો જપ્ત કરાયો

11:49 AM Mar 28, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ નડિયાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યમાંથી વધુ એક નકલી ઘીની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. નડિયાદ-ડાકોર રોડ ઉપર ભેળસેળ કરતી ઘીની ફેક્ટરી પકડાવા પામી હતી. ક્ષેમ કલ્યાણીના નામથી ચાલતી ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવાતું હતું. સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો હતો. 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ ગાંધીનગર મોકલ્યા હતા. 8 લાખ 50 હજાર રૂપિયાનું શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

મિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં કલ્યાણી બ્રાન્ડ 15 કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવ્યા છે. તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવ્યું છે. વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે 1500 કિગ્રા જથ્થો, બટર ઓઈલનો 1600 કિગ્રા જથ્થો અને ઘીની ફ્લેવરનો 1 લીટર જથ્થો એમ કૂલ 3100 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 8.75 લાખ જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યું છે.

વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર ભેળસેળની ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહીત પ્રવૃતિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીને એફ.એસ.એસ.એ. લાઈસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમાં ભેળસેળ માટેના બે અલગ-અલગ એડજ્યુડીકેશન કેસમાં અધિક નિવાસી કલેકટર, ખેડા દ્વારા રુ. 2 લાખનો દંડ ની સજા અગાઉ પણ થઇ ચૂકી છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharadulterated gheeBreaking News GujaratiFactoryGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNadiadNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsquantity of ghee seizedraidSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article