હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રશિયાની વસતીમાં થતા ઘટાડાથી પુતિન સરકાર ચિંતિત

09:00 AM Nov 19, 2024 IST | revoi editor
Advertisement

ભારતમાં વસતી કુદકે ને ભૂસકે વધી રહી છે અને આજે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ ભારત છે તો બીજી બાજુ રશિયામાં વસતીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને તેને ધ્યાનમાં લઇ પુતિન સરકાર આ મુદ્દે ગંભીર બની છે. જે અનુસાર  રશિયા  બાળકો પેદા કરવા માટે નવો કાયદો બનાવશે, અને પ્રોત્સાહક રકમ પણ નાગરિકોને ચૂકવશે.

Advertisement

12 નવેમ્બર ૨૦૨૪ નાં રોજ રશિયન સંસદના નીચલા ગૃહમાં વસતી વધારા માટે જરૂરી પ્રસ્તાવ પસાર કર્યો છે. હવે તેને 20 નવેમ્બરે ઉપલા ગૃહમાં. ત્યારબાદ વ્લાદિમીર પુતિન પાસે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે. પુતિનની મંજૂરી મળ્યા બાદ આ કાયદો અમલમાં આવશે.

હકીકતમાં, રશિયા તેની સતત ઘટતી વસતીથી પરેશાન છે.   વર્ષ ૨૦૨૪ માં રશિયામાં પ્રતિ મહિલા જન્મદર  1.42 છે અને ભારતમાં  પ્રતિ મહિલા જન્મદર 2.01  છે  અને વિશ્વનો સરેરાશ પ્રતિ  મહિલા જન્મદર ૨.૨૬ છે. રશિયાની કુલ વસતી વર્ષ ૨૦૨૩ પ્રમાણે અંદાજે 14 કરોડ 38 લાખ છે. ભારતની વસતી ૨૦૨૪ માં અંદાજે 145  કરોડ છે.  વિસ્તારની દ્રષ્ટીએ રશિયા ભારત કરતા પાંચ ગણું મોટું છે  પરંતુ વસતિ  ભારતની વસતીના 10 ટકા જેટલી જ છે.

Advertisement

હાલ સ્થિતિ એવી છે કે રશિયામાં જો વધુ બાળકો પેદા ના થાય તો યુવા પેઢી ધીમેધીમે વૃદ્ધ થાય અને જન્મદર નેગેટીવ થાય. રશિયાને તેના દેશના ખેતી, ઉદ્યોગો, સૈન્ય શક્તિ આ તમામ માટે વસતીની જરૂર છે. ભૌગોલિક દ્રષ્ટીએ રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ છે. જે તેના પૂર્વ છેડે અમેરિકા સુધી વિસ્તરેલો છે તો પશ્ચિમ છેડે યુરોપ અને એશિયાથી કનેક્ટ છે. અહીની મોટા ભાગની જમીન બર્ફીલા પહાડોથી ઘેરાયેલી હોવાથી માનવજીવન માટે કપરું છે. ત્યારે વસતી વધારો કરવો એ રશિયાની તાતી જરૂરિયાત છે. આજ વાતને ધ્યાનમાં લઈને રશિયન નાગરિકો સેક્સ પ્રત્યે રૂચી કેળવે તે માટે પુતિન સરકાર વિવિધ કદમ ઉઠાવવા જઈ રહી છે. સરકારે લોકોને ઓફિસમાં લંચ ટાઈમ દરમિયાન સેક્સ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ભારતમાં જો કદાચ આવો વિચાર પણ આવે તો તે વાક્તિને નોકરીમાંથી જ કાઢો મુકવામાં આવે.  રાજધાની મોસ્કોમાં 20 હજાર મહિલાઓના ફ્રી ફર્ટિલિટી ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. અને પછી આ અભિયાન દેશવ્યાપી બનાવવામાં આવશે.  આ ઉપરાંત યુગલ તનાવમુક્ત રહી સેક્સ કરી શકે તે માટે રાત્રે 10 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી  લાઈટ્સ તથા  સોશીયલ મીડિયા અને ફોન કોલ્સમાં  ડીસ્ટર્બ ના કરે તે માટે  ઈન્ટરનેટ સેવા  બંધ કરી દેવામાં આવશે. રશિયન  સરકારનું માનવું છે કે આમ કરવાથી પ્રજનનને વેગ મળશે. અંધારું અને નેટ નહિ હોવાથી સેક્સ માટેના વિચારોને તક મળશે. આ ઉપરાંત રશિયાના વિવિધ સ્ટેટ્સ પણ સેક્સને ઉત્તેજન મળે તે માટે વિવિધ પગલા ભરી રહ્યા છે જેમ કે રશિયાના ખાબોરોવસ્ક પ્રાંતમાં 18 થી 23 વર્ષની વયની મહિલાઓને બાળકના જન્મ પર 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

જ્યારે ચેલ્યાબિન્સ્કમાં મહિલાઓને તેમના પહેલા બાળકના જન્મ માટે 9 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ઘરે રહી બાળકોનો ઉછેર  કરતી મહિલાઓને ઘરકામ માટે નિશ્ચિત રકમ ચુકવવામાં આવશે. જેનો ખર્ચો પેન્શનની ગણતરીમાં લેવાશે. 24 વર્ષ કે તેથી ઓછી ઉમરની મહિલાને પ્રથમ બાળકનાં જન્મ પર એક લાખ રુબેલ્સ એટલે કે લગભગ સાડા નવ લાખ ભારતીય રૂપિયા જેટલી રકમ ચુકવવામાં આવશે.

હવે એ જાણીએ કે કયા કારણોસર રશિયામાં વસતી ઘટી રહી છે. મુખ્ય એક કારણ એ છે કે રશિયા છેલ્લા અઢી વર્ષથી યુક્રેન સામે  યુદ્ધ  લડી રહ્યું છે જેમાં 6 લાખથી વધુ રશિયન લોકો માર્યા ગયા છે અથવા અપંગ થયા છે,  બિનસત્તાવાર આંકડો તેનાથી ત્રણ ગણો વધુ હોવાની શક્યતા છે. આ ઉપરાંત પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધમાં પણ રશિયાના કરોડો નાગરિકો માર્યા ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાના અંદાજે 22 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. અને બીજા વિશ્વયુધ્ધમાં પોણા ત્રણ કરોડ નારીકો માર્યા ગયા હતા.  

યુદ્ધમાં  જવાનો અને પુરુષો મહિલાઓની સરખામણીમાં વધુ માર્યા ગયા હોવાથી પુરુષ સ્ત્રી નો રેશિયો પણ બરાબર  જળવાયો નથી. રશિયામાં 100 મહિલાની સામે માત્ર 86 પુરુષો છે. જયારે વિશ્વની એવરેજ 100 મહિલાએ 101.8 પુરુષ છે. રશિયાના યુવાનોમાં દારૂ પીવાનું પ્રમાણ વધારે છે જેની અસર સેક્સ પર પડે છે. અને વસતી ઘટે છે. આમ વસતી મુદ્દે રશિયાની સ્થિતિ કપરી છે. ત્યારે રશિયન સરકારની સેક્સ માટેની ઓફરો નાગરિકો કેટલી સ્વીકારે છે તે જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newspopulation declinePutin governmentrussiaSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsWorried
Advertisement
Next Article