ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુરઃ પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે હવે વધુ તકો ખોલવા માટે મુખ્ય મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય રાજકીય મુદ્દાઓ પર રશિયા અને ભારત વચ્ચેના મજબૂત સંકલન પર પણ ભાર મૂક્યો.તેમણે વધતા માનવતાવાદી અને સાંસ્કૃતિક સંબંધોની પણ પ્રશંસા કરી.
ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મૈત્રિપૂર્ણ સંબંધ રહ્યાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં ભારતની મહત્વની ભૂમિકા રહેવાનું દુનિયાના દેશો માને છે. તેમજ ભારતે પણ બંને દેશોને યુદ્ધને સમાપ્ત કરવા માટે અપીલ કરી હતી.