For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પુષ્પા-2: સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી

09:00 AM Dec 28, 2024 IST | revoi editor
પુષ્પા 2  સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી
Advertisement

પુષ્પા-2 ફિલ્મના પ્રમોશનને લઈને સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગને લઈને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન હૈદરાબાદ પોલીસે ચેતવણી આપી હતી કે સંધ્યા થિયેટર નાસભાગની ઘટના વિશે ખોટી માહિતી ફેલાવનારા અથવા સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ચેતવણી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મારફતે આપી હતી.

Advertisement

પોલીસનું કહેવું છે કે કેટલાક લોકોએ જાણીજોઈને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ્લુ અર્જુનના આગમન પહેલા નાસભાગ મચી ગઈ હતી. હૈદરાબાદ પોલીસનું કહેવું છે કે, 'કેસની તપાસ દરમિયાન પણ જાણીજોઈને ખોટી માહિતી ફેલાવનારા લોકો સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.'

પોલીસે એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ ખોટા સમાચારને ગંભીરતાથી લેશે. પોલીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરી છે. આ ઉપરાંત એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે જો કોઈની પાસે આ કેસને લગતા સાચા પુરાવા અથવા કોઈ માહિતી હોય તો તે પોલીસને આપી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement