For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

PSIએ દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો, ટ્રેલરે ટક્કર મારતા PSIનું મોત,

11:14 AM Nov 05, 2024 IST | revoi editor
psiએ દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો  ટ્રેલરે ટક્કર મારતા psiનું મોત
Advertisement
  • દસાડાના પાટડી રોડ પર કઠાડા ગામ પાસે મધરાત બાદ બન્યો બનાવ,
  • સ્ટેટ માનિટરિંગ સેલના PSIને દારૂ ભરીને ક્રેટાકાર આવી રહ્યાની બાતમી મળી હતી.
  • ક્રેટા કારને રોકવા જતાં વચ્ચે ટ્રેલર આવી જતા ટક્કરથી પીએસઆઈનું મોત

સુરેન્દ્રનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે વિદેશી દારૂ પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઘૂંસાડવામાં આવી રહ્યો છે. વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો બેફામ બનતા જાય છે. સુરેન્દ્રનગરના દસાડાના પાટડી હાઈવે પર ગત રાતના 2.30 વાગ્યાના સુમારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ અને તેમનો સ્ટાફે બાતમીને આધારે પૂરફાટ ઝડપે દારૂ ભરીને આવતી બુટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈને બુટલેગર કાર ફુલ સ્પીડમાં દોડાવવા લાગ્યો હતો. ત્યારે પીએસઆઈએ પણ ફોર્ચ્યુનર કાર સાથે બુટલેગરની કારનો પીછો કર્યો હતો. દરમિયાન ટ્રેલર વચ્ચે આવી જતાં પીએસઆઈ ટ્રેલર સાથે અથડાયા હતા. જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની સાઈડમાં ફંગોળાઈ ગયો હતો. આ બનાવમાં પીએસઆઈનું મોત નિપજ્યું હતું

Advertisement

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થતા તેનું મોત થયું છે. પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે.એમ. પઠાણ ગઈ મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે પેટ્રોલિંગમાં હતા. આ વખતે બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા દારૂ ભરેલી કાર પસાર થવાની છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર પીએસઆઈ સ્ટેટ મોનિટરિંગની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા કાર રોકાયેલ નહીં. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેમની લાઈટ જોઈ પીએસઆઈ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા.આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં પીએસઆઈ પઠાણ ટ્રેલરની પાછળના ભાગે અથડાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું મોત નિપજ્યુ હતું. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement