For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આદિવાસી વસ્તી માટે ‘સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે રૂ. 4 કરોડની જોગવાઇ

04:22 PM Mar 21, 2025 IST | revoi editor
આદિવાસી વસ્તી માટે ‘સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે રૂ  4 કરોડની જોગવાઇ
Advertisement

ગાંધીનગરઃ રાજ્ય સરકારની વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી નીતિઓ નાગરિકો માટેના ‘Ease of Living’ અને ‘Ease of Livelihood’ના વિઝનને સુદૃઢ કરે છે.ગુજરાત બાયોટેકનોલોજી શિક્ષણ અને સંશોધન માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બન્યું છે.જીબીઆરસી દ્વારા ભારતની બીજી અત્યાધુનિક BSL-4 લેબોરેટરી બનાવવાની કામગીરી પ્રગતિમાં.ગુજરાત આદિવાસી વસ્તી માટે ‘સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે રૂ. ૪ કરોડની જોગવાઇ

Advertisement

વિધાનસભાના ગૃહમાં આજે‌ સાયન્સ અને ટેકનોલોજી વિભાગની રૂ. ૨૫૩૪.૮૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી.વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી વતી રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ.૨૫૩૪.૮૩ કરોડની માગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ અંગે માગણીઓ રજૂ કરતાં મંત્રીપાનશેરિયાએ જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્યરત છે. જ્ઞાન આધારિત સમાજની રચના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદૃષ્ટિપૂર્વક દર્શાવેલા માર્ગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.

પાનશેરિયાએ જણાવ્યું કે વિકસિત ગુજરાત @ ૨૦૪૭ અંતર્ગત નાગરિકો માટે STEM- સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ-ને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવીને STEM આધારિત શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રિએશન અને નવીનતા મારફત ઉચ્ચ કક્ષાના પ્રૌદ્યોગિકી ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન તથા સહાય પૂરી પાડવાના વિઝન સાથે કાર્યરત છે, જે રાજ્ય સરકારના ‘Ease of Living’ અને ‘Ease of Livelihood’ના વિઝનને સુદૃઢ કરે છે.

Advertisement

રાજ્યની IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે આવનારે સમય આઈટીનો છે. પરિણામે, રાજ્ય સરકાર ટેક્નોલોજીના ક્ષેત્રમાં સતત નવીનતા અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ માટે રાજ્યને ટેક્નોલોજી, ફાઇનાન્સ અને ઉદ્યોગ માટેનું ગ્લોબલ હબ બનાવવા માટે અમલી કરેલી IT/ITeS પોલિસી માત્ર એક દસ્તાવેજ નથી, પણ ગુજરાતની ટેક્નોલોજી ક્ષેત્રે ગોલ્ડન એરા તરફની યાત્રાનો આરંભ છે. જેનો ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક સ્તરે IT ઉદ્યોગ માટે ‘Destination of Choice’ બનાવીને રાજ્યમાં વિશ્વસ્તરીય આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનો, IT/ITeS ઈકોસિસ્ટમના વિકાસને વેગ આપવાનો છે. આ આઈ.ટી. નીતિથી રાજ્યમાં એક લાખ નવીન રોજગારીનું સર્જન થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઈલેક્ટ્રેનિક્સ સેક્ટરના ઈન્સેન્ટિવ માટે કુલ રૂ. ૧૫૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.રાજ્યની બાયોટેક્નોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે બાયોટેકનોલોજી આધારિત સમસ્યાઓના ઉકેલ માટે યુનિવર્સિટી, કૉલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટસમાં સંશોધન સહાય યોજના અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવે છે. જેમાં પશુપાલન, આરોગ્ય, બાયોએનર્જી, કૃષિ, આરોગ્ય, પોષણ અને પર્યાવરણ ક્ષેત્રે બાયોટકનોલોજિકલ સંશોધન કરવામાં આવે છે.આ પોલિસી હેઠળ રાજ્યના ૫૦૦થી વધુ ઉદ્યોગોને સહાય આપવાની અને અંદાજે ૧.૨૦ લાખ જેટલા રોજગારીના અવસરો ઊભા કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.રાજયમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે ૯ એન્ટરપ્રેન્યોરશીપ કેપે-સિટી બિલ્ડિંગ સેલઝની સ્થાપના કરવામાં આવી છે તેમ જણાવી બાયોટેકનોલોજી આધારિત વિવિધ પ્રવૃત્તિઓ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં કુલ રૂ. ૬૬.૪૯ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પાનશેરિયાએ ગૃહમાં કહ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈ-ગવર્નન્સના પ્રોત્સાહન માટે ગુજરાત ઇન્ફર્મેટિક્સ લિમિટેડ, રાજ્ય સરકારની નોડલ એજન્સી છે. તે સરકારના દરેક વિભાગને માર્ગદર્શન તેમજ ટેકનિકલ સહાય પુરી પાડે છે. કરાર સંચાલન અને તેના અમલને લગતી પ્રવૃતિતો હાથ ધરવા માટે GIL પ્રોજેક્ટ મોનીટરીંગ યુનિટ તરીકે કામ કરે છે. જીઆઇએલ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવે છે અને તે હાર્ડવેર અને સોફ્ટવેર કન્સલ્ટન્સી પૂરી પાડે છે તેમજ ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે તાલીમની સુવિધા આપે છે. વર્ષ ૨૦૨૫ -૨૦૨૬ માટે કુલ રુપિયા ૧૭૨.૯૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ સ્થિત સાયન્‍સ સીટી ખાતે વૈશ્વિક કક્ષાની બે ગેલેરીઓ રોબોટિક્સ અને એકવેટિક ગેલેરી તથા નેચર પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલમાં એસ્ટ્રોનોમી ગેલેરી, માનવ અને જૈવિક વિજ્ઞાન ગેલેરી, એવિએશન અને ડિફેન્સ ગેલેરી તથા અનલિઝિન્ગ ધ ડિજિટલ ફ્યુચરની કામગીરી પ્રગતિમાં છે.

વધુમાં, નવી ગેલેરી ‘એન્જિનિયરિંગ માર્વેલ્સ’ સાયન્સ સિટી ખાતે વિકસાવવા માટે રૂ. ૫ કરોડની નવી બાબતનો વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્ટેટ લેડ મોડેલ હેઠળ ભારતનેટ ફેઝ -૨ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત ની ૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવામાં આવી છે, તથા ભારતનેટ ફેઝ-૨ પ્રોજેક્ટ માળખા તેમજ ઉપયોગિતામાં અગ્રેસર રહ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં નવી બાબત તરીકે ‘ગુજરાત આદિવાસી વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે રૂપિયા ૪.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ અભ્યાસ આનુવંશિક રોગોને વધુ સારી રીતે સમજવામાં અને ગુજરાત આદિજાતિ વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝ બનાવવામાં મદદ કરશે. વધુમાં, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વ્યક્તિના આનુવંશિક મેકઅપ, સારવારની વ્યૂહરચના અને જનીન ઉપચારના આધારે સચોટ અને વિશ્વસનીય નિદાન માટે ઉપાયો તૈયાર કરવામાં મદદરૂપ થશે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર માટે કુલ રૂ. ૧૩૮.૪૭ કરોડની બજેટ જોગવાઇ કરાઇ છે.

તેમણે કહ્યું કે ગુજરાત બાયોટક્નોલોજી યુનિવર્સિટી (GBU) માટે કુલ રૂ. ૧૨૦.૩૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાત હવે બાયોટેકનોલોજી શિક્ષણ અને સંશોધન માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બની ગયું છે, જે આપણા દેશ ના વડાપ્રધાનશ્રી ના વિઝનરી નેતૃત્વ અને સમર્પણનો પુરાવો છે. મંત્રીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ફ્લેગશીપ સંશોધન કાર્યક્રમ માટે રૂ ૨.૭૫ કરોડ અને ૨૦ પી.એચ.ડી.ના અભ્યાસક્રમ માટે સહાય યોજના માટે રૂ.૦.૪૮ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. જીબીયુ ખાતે બે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે જોગવાઇ કરવામાં આવી છે, જેમાં બાયો એઆઈ(Bio-AI) ને રૂ.૧.૬૪ કરોડ તથા ઈ-વેસ્ટ મેનેજમેન્ટને રૂ.૧.૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી માટે કુલ રૂ. ૧૫૫.૨૬ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાત વેપાર-વાણિજ્ય માટે તો જાણીતું રહ્યું જ છે પરંતુ હવે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે પણ ભાર આપી, રાજ્યને નોલેજ બેઝ્ડ સોસાયટી બનાવવાના પ્રયાસરૂપે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ ગુજકોસ્ટની અને સાયન્સ સિટીની રચના કરવામાં આવી છે. રાજ્યમાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જનસામાન્યમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે પાટણ, ભુજ, રાજકોટ અને ભાવનગર ખાતે રીજિયોનલ સાયન્સ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. કાર્યરત ચાર રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં તેમના ઉદ્‍ઘાટનથી આજ દિન સુધી કુલ ૧૮ લાખ લોકોએ મુલાકાત લીધી છે.

આ ઉપરાંત, રાજયમાં વડોદરા, જામનગર, જુનાગઢ તથા સુરત જીલ્લા ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ચાર રીજીયોનલ સાયન્સ સેન્ટર તથા ૨૩ જિલ્લાઓમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે ડીસ્ટ્રીકટ સાયન્સ સેન્ટર બનાવવા માટેનું આયોજન છે. મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર માટે કુલ રૂ. ૭૩.૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર રાજ્યમાં આઇ.ટી. સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેનું કોમન આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર છે. ગાંધીનગર ખાતે, ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર(GSDC) ૭,૫૦૦ ચો.ફીટ વિસ્તારમાં સ્થપાયેલ છે.

મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટરની નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ૭૩.૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC) માટે કુલ રૂ. ૨૯.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સિક્યોરીટી ઓપરેશન્સ સેન્ટર એ ગુજરાત સરકાર માટે વિવિધ સાયબર સુરક્ષા સંબંધિત બાબતો પર સક્રિય દેખરેખ રાખવા માટે કાર્યરત છે, તે સાયબર સુરક્ષાના જોખમોને રોકવાનો પ્રયાસ અને તેનું મોનિટરીંગ કરવાનું કાર્ય કરે છે તેમજ સાયબર સિક્યોરિટી ટ્રેનીંગ અને અવેરનેસ અંગે કામગીરી કરે છે. વધુ વિગતો આપતાં કહ્યું હતું કે સાવલી ટેકનોલોજી એન્ડ બીઝનેસ ઇન્ક્યુબેટર માટે કુલ રૂ. ૯.૪૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એસટીબીઆઈ), એ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ રાજ્યમાં ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન ઇકોસીસ્ટમને સક્ષમ બનાવવાનું કાર્ય કરે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે જીન-ટેક હબ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેકનોપ્રેન્યોરશીપ હબ માટે રૂ.૧.૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસચૅ માટે કુલ રૂ. ૨૧.૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભુજના ભૂકંપ પછી ભૂકંપક્ષેત્રે સંશોધનની જરુરીયાત જણાતાં સને ૨૦૦૩માં ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની સ્થાપના કરવામાં આવી છે.આ માટે ૨૦૨૫-૨૦૨૬ના અંદાજપત્રમાં ગુજરાત રાજ્ય માટે ભૂકંપની પૂર્વ ચેતવણી સિસ્ટમ વિકસાવવા માટે કુલ રૂ. ૧૦ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રી શ્રી પાનશેરિયાએ ગૃહમાં માંગણીઓ પરની ચર્ચામાં ઉમેર્યું હતું.આમ, વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ.૨૫૩૪.૮૩ કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી હતી

Advertisement
Tags :
Advertisement