For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જંત્રીના સુચિત વધારાનો વિરોધ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં રેલીઓ યોજાઈ

04:55 PM Dec 09, 2024 IST | revoi editor
જંત્રીના સુચિત વધારાનો વિરોધ  અમદાવાદ સહિત અનેક શહેરોમાં રેલીઓ યોજાઈ
Advertisement
  • ક્રેડોઈ દ્વારા જ જંત્રી વધારાનો સખત વિરોધ,
  • બિલ્ડરો બેનર્સ સાથે રસ્તાઓ પર ઉતર્યા,
  • નવી જંત્રીથી મકાનોના ભાવમાં 30થી 40 ટકા વધારાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં જંત્રીના સુચિત વધારાનો વિરોધ વધતો જાય છે. હવે ક્રોડોઈના નેજા હેઠળ બિલ્ડરો જંત્રીના સુચિત દર વધારાનો શખત વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત શહેરોમાં વિલ્ડરો દ્વારા રેલીઓ યોજીને વિરોધ કરવામાં આવ્યો છે. બિલ્ડરોનું માનવું છે, કે જંત્રીના દરમાં વધારાને કારણે મકાનોના ભાવમાં અસામાન્ય વધારો થશે. તેથી રિયલ એસ્ટેટમાં વ્યાપક મંદીની શક્યતા છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાથી સૌથી વધુ માઠી અસર રિયલ એસ્ટેટને થશે. આથી રાજ્યભરના બિલ્ડરોએ સરકાર સામે બાંયો ચડાવી છે.  અનેક રજુઆતો બાદ સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદતમાં એક મહિનોનો વધારો કર્યો છે. પણ સરકાર દ્વારા માત્ર ઓનલાઈન વાંધા અરજીઓ જ સ્વીકારવામાં આવે છે. ઓફ લીન અરજીઓ લેવામાં આવતી નથી આથી. CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે.

બિલ્ડરોના કહેવા મુજબ ગુજરાતમાં જંત્ર દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થવાની શક્યતા છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહેશે. સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Advertisement

જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે 50થી 100 કરોડનું નુકશાન થશે જયારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે.

CREDAI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે જે વાંધા-સૂચનો મગાવ્યાં છે એ ઓનલાઇન મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય માણસો ઓનલાઇન પ્રક્રિયા કરવા જાય તોપણ તેમને તકલીફ પડે છે. બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં, એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. ઘણી બધી વિગતો એમાં ભરવી પડે છે. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસમાં સૂચિત જંત્રીદરના વધારા સામે વાંધા-સૂચન માટેની ઓફલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેનાથી સામાન્ય માણસો અને ખેડૂતો પણ સરળતાથી પોતાની વાત રજૂ કરી શકે.

Advertisement
Tags :
Advertisement