For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રિયંકા ગાંધી પાસે રૂ. 12 કરોડથી વધુની સંપત્તિ

03:15 PM Oct 24, 2024 IST | revoi editor
પ્રિયંકા ગાંધી પાસે રૂ  12 કરોડથી વધુની સંપત્તિ
Advertisement

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન ફોર્મ સાથે સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે પણ માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 12 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

Advertisement

ચૂંટણી પંચને સોંપવામાં આવેલા આ સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે,તેમની પાસે 4.27 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જેમાં ત્રણ બેંક ખાતામાં અલગ-અલગ રકમ જમા છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, PPF, તેમના પતિ રોબર્ટ વાડ્રાએ ભેટમાં આપેલી હોન્ડા CRV કાર અને 4,400 ગ્રામ સોનું સામેલ છે. સોનાની કુલ કિંમત 1.15 કરોડ રૂપિયા છે. તેમની પાસે 59 કિલો ચાંદી પણ છે.

પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પંચને માહિતી આપી છે કે તેમની પાસે 7.41 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. તેમાં નવી દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ખેતીની જમીન અને ત્યાં સ્થિત ફાર્મહાઉસ બિલ્ડિંગનો અડધો ભાગ સામેલ છે. તેમની કિંમત 2.10 કરોડ રૂપિયાથી વધુ છે. હિમાચલ પ્રદેશના શિમલામાં તેમની પાસે સ્વ-અધિગ્રહિત ઘર છે, જેની વર્તમાન કિંમત રૂ. 5.63 કરોડથી વધુ છે.

Advertisement

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની જંગમ સંપત્તિ 39 કરોડ રૂપિયા છે. તેમની પાસે 27.64 કરોડની સ્થાવર મિલકત છે. પ્રિયંકા ગાંધી પર 15.75 લાખ રૂપિયાની જવાબદારી છે, જ્યારે તેમના પતિ પર 10 કરોડ રૂપિયાની જવાબદારી છે. પ્રિયંકા ગાંધીના આવકના સ્ત્રોતોમાં ભાડું, બેંકોમાંથી વ્યાજ, રોકાણ અને અન્ય માધ્યમોનો સમાવેશ થાય છે, જ્યારે પતિ રોબર્ટ વાડ્રાના આવકના સ્ત્રોતોમાં વ્યવસાય, ભાડું, બેંક વ્યાજ, રોકાણ અને અન્યનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement