For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રિયંકા ગાંધી ‘સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા

01:47 PM Dec 17, 2024 IST | revoi editor
પ્રિયંકા ગાંધી ‘સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા
Advertisement

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય કેટલાક સાંસદોએ સોમવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી હતી.

Advertisement

પ્રિયંકા ગાંધીના હાથમાં એક બેગ પણ હતી, જેના પર "સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ" લખ્યું હતું. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનના 'મકર ગેટ' પાસે એકઠા થયા હતા અને "કેન્દ્ર સરકારે જવાબ આપવો જોઈએ" અને "વી વોન્ટ જસ્ટીસ" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસે સોમવારે આ મુદ્દે સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું હતું. કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય પ્રિયંકા ગાંધીએ પણ લોકસભામાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓ સોમવારે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં પેલેસ્ટાઈન લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યાં હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement