For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ખાનગી યુનિવર્સિટીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા બાદ ફીમાં કર્યો ધરખમ વધારો

06:36 PM Jul 05, 2025 IST | revoi editor
ખાનગી યુનિવર્સિટીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા બાદ ફીમાં કર્યો ધરખમ વધારો
Advertisement
  • ગુજરાત સરકારે 10 યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે,
  • સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો મળતા જ ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી,
  • ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે જ ફી નક્કી કરી શકે છે,

અમદાવાદઃ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી હતી અને આ યુનિ.ઓ પોતાના કોર્સની ફી પોતે નક્કી કરતી હતી. આ દરમિયાન સ્ટેટસની 3 વર્ષની મુદત ગત ડિસેમ્બરમાં પુરી થયા બાદ સરકારે સંસ્થાઓ પાસેથી નવા સ્ટેટસ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં 11 સંસ્થાઓએ અરજી કરી હતી અને એક અરજી પરત થયા બાદ અગાઉની સાત અને વધારાની ત્રણ સહિત 10 યુનિ.ઓને પાંચ વર્ષ માટે સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. આ યુનિ.ઓ દ્વારા વિવિધ કોર્સમાં 2025-26ની ફી નક્કી કરી દેવામા આવી છે અને સરકારે મંજૂર કરી દીધી છે. ખાનગી યુનિવર્સિટીઓએ ફીમાં ધરખમ વધારો કર્યો છે.

Advertisement

ગુજરાત સરકારે 10 યુનિવર્સિટીને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો છે. આથી 10 ખાનગી યુનિવર્સિટીઓને ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી છે. ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે ફી નક્કી કરી શકે છે. અને સરકારનું કોઈ નિયંત્રણ રહેતું નથી.  અગાઉ નિરમા, ચારૂસેટ, મારવાડી, DAIICT, CEPT, પીડીઈયુ અને અમદાવાદ યુનિવર્સિટી સહિતની સાત યુનિવર્સર્ટીઓને સરકારે 2022માં સેન્ટર ઑફ એક્સેલન્સ સ્ટેટસ આપ્યુ હતું. જેથી આ યુનિ.ઓ ફી રેગ્યુલેશન્સથી બહાર આવી ગઈ હતી અને આ યુનિ.ઓની ફી સરકારની ફી રેગ્યુલેશન કમિટી નક્કી નહતી કરતી. જેના કારણે અમદાવાદ યુનિ.ની સ્ટેટસ પહેલાની એટલે કે છેલ્લી એફઆરસી મુજબની ફી બી.ઈમાં 1.73 લાખ હતી .જે હવે 2025-26માં વધીને 3.75 લાખ થઈ છે. જ્યારે ડીએઆઈઆઈસીટીની ફી જે ત્રણ-ચાર વર્ષ પહેલા 1.72 લાખ હતી તે હવે વધીને 3.57 લાખ થઈ ગઈ છે. નિરમા યુનિ.ની ફી 1.81 લાખથી વધીને 2.55 લાખ થઈ છે. સરકારે આ વર્ષે વધુ ત્રણ યુનિ.ને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. જેમાં ગણપત યુનિ., પારૂલ યુનિ. અને અનંત યુનિ.નો સમાવેશ થાય છે. મોટી ખાનગી યુનિ.ઓની કેટલાક કોર્સની વાર્ષિક ફીમાં ખૂબ જ વધારો થયો છે.

આ ઉપરાંત સેપ્ટ યુનિ.માં આર્કિટેકચરની ફી 2023-24માં 3.47 લાખ હતી જે હવે આ વર્ષે વધીને 4.55 લાખ થઈ છે. આમ બે વર્ષમાં 1 લાખથી પણ વધુ ફી વધી છે. જ્યારે અન્ય યુનિ.ઓની બી.ઈની ફીમાં અગાઉની ફી સામે કોઈ મોટો ફેરફાર થયો નથી. પરંતુ 2025-26ની નક્કી થયેલી ફી મુજબ એમબીએમાં નિરમા યુનિ.માં સૌથી વધુ 6.40 લાખ ફી થઈ છે. જ્યારે પીડીઈયુમાં એમબીએની ફી પાંચ લાખ રૂપિયા થઈ છે. મારવાડી યુનિ.માં આ વર્ષે બી.ઈની ફી 1.40 લાખ રૂપિયા થઈ છે. જ્યારે પારૂલ યુનિ.માં અગાઉ 3 વર્ષ પહેલા બી.ઈમાં 94800 ફી હતી અને હવે 1.51 લાખ થઈ છે. ગણપત યુનિ.માં 1.19 લાખ ફી હતી જે હવે 1.60 લાખ થઈ છે. અનંત યુનિ.માં ત્રણ વર્ષ પહેલા 2.55 લાખ ફી હતી જે હજુ પણ 2.55 લાખ રહી છે. આમ હવે મોટી ખાનગી યુનિવર્સિટીઓમાં એમબીએ, આર્કિટેક્ચર તેમજ ડિગ્રી ઈજનેરી સહિતના અભ્યાસક્રમોમાં ભણવું ખૂબ મોંઘુ થઈ ગયું છે. નિરમા યુનિવર્સિટીની એમ. ફાર્મમાં 4.30 લાખ રૂપિયા ફી છે. જ્યારે અમદાવાદ યુનિ.માં એમબીએની ફી 5.70 લાખ રૂપિયા થઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement