For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

05:01 PM Apr 30, 2025 IST | revoi editor
પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર  કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ કેરળની મુલાકાત લેશે અને 2 મેના રોજ સવારે 10:30 વાગ્યે તેઓ વિઝિંજમ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટિપર્પઝ સીપોર્ટ દેશને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ઉપરાંત તેઓ આંધ્રપ્રદેશના પ્રવાસે જશે અને બપોરે લગભગ 3:30 વાગ્યે તેઓ અમરાવતીમાં રૂ. 58,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદઘાટન અને દેશને સમર્પિત કરશે. તેઓ જાહેર સમારંભને સંબોધન પણ કરશે.

Advertisement

પ્રધાનમંત્રી મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ભારતની આ પ્રકારની સૌ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ વેવ્સ 2025નું ઉદઘાટન કરશે. "કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ"ની ટેગલાઇન સાથેની આ ચાર દિવસીય સમિટમાં દુનિયાભરના સર્જકો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓને એક સાથે લાવીને ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટેના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાની તૈયારી છે.

પ્રધાનમંત્રીના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટે સર્જનાત્મકતા, ટેકનોલોજી અને પ્રતિભાનો ઉપયોગ કરવાના વિઝનને અનુરૂપ વેવ્સ ફિલ્મો, ઓટીટી, ગેમિંગ, કોમિક્સ, ડિજિટલ મીડિયા, એઆઈ, એવીજીસી-એક્સઆર, બ્રોડકાસ્ટિંગ અને ઉભરતી ટેકનોલોજીને સંકલિત કરશે. જે તેને ભારતના મીડિયા અને મનોરંજન કૌશલ્યનું વિસ્તૃત પ્રદર્શન બનાવશે. વેવ્સનું લક્ષ્ય 2029 સુધીમાં 50 અબજ ડોલરના બજારને અનલોક કરવાનું છે, જે વૈશ્વિક મનોરંજન અર્થતંત્રમાં ભારતના પગલાને વિસ્તૃત કરશે.

Advertisement

વેવ્સ 2025માં, ભારત પ્રથમ વખત ગ્લોબલ મીડિયા ડાયલોગ (જીએમડી)ની યજમાની પણ કરશે, જેમાં 25 દેશોની મંત્રીમંડળીય ભાગીદારી હશે, જે વૈશ્વિક મીડિયા અને મનોરંજન લેન્ડસ્કેપ સાથે દેશના જોડાણમાં એક સીમાચિહ્નરૂપ છે. આ સમિટમાં વેવ્સ બજાર પણ સામેલ થશે, જે વૈશ્વિક ઇ-માર્કેટપ્લેસ છે, જે 6,100થી વધારે ખરીદદારો, 5,200 વિક્રેતાઓ અને 2,100 પ્રોજેક્ટ્સ ધરાવે છે. તેનો ઉદ્દેશ ખરીદદારો અને વેચાણકર્તાઓને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જોડવાનો છે, જે વ્યાપક નેટવર્કિંગ અને વ્યવસાયની તકો સુનિશ્ચિત કરે છે.

પ્રધાનમંત્રી ક્રિએટોસ્ફિયરની મુલાકાત લેશે અને લગભગ એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા 32 ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જમાંથી પસંદ કરાયેલા સર્જકો સાથે વાતચીત કરશે, જેમાં એક લાખથી વધારે રજિસ્ટ્રેશન થયા છે. તેઓ ભારત પેવેલિયનની પણ મુલાકાત લેશે. વેવ્સ 2025માં 90 થી વધુ દેશો ભાગ લેશે, જેમાં 10,000 થી વધુ પ્રતિનિધિઓ, 1,000 સર્જકો, 300+ કંપનીઓ અને 350+ સ્ટાર્ટઅપ્સ હશે. આ સમિટમાં 42 સંપૂર્ણ સત્રો, 39 બ્રેકઆઉટ સત્રો અને બ્રોડકાસ્ટિંગ, ઇન્ફોટેનમેન્ટ, એવીજીસી-એક્સઆર, ફિલ્મો અને ડિજિટલ મીડિયા સહિત વિવિધ ક્ષેત્રોમાં 32 માસ્ટરક્લાસ સામેલ થશે.

Advertisement
Tags :
Advertisement