For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સમી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

08:29 PM May 26, 2025 IST | revoi editor
અમદાવાદમાં સમી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો
Advertisement
  • ભૂજથી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોચ્યા
  • વડાપ્રધાન મોદીને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
  • મોદી સાથે રોડ શોમાં મુખ્યમંત્રી પટેલ અને કેન્દ્રિય મંત્રી સી આર પાટિલ જોડાયા

Advertisement

અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરા, દાહોદ અને ભૂજમાં રોડ શો અને જાહેર સભાને સંબોધન કર્યા બાદ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી  સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ આવકાર્યા હતા ત્યારબાદ.વડાપ્રધાન મોદીનો અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શોનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બંને તરફ લોકો હાથમાં તિરંગો લઈને વડાપ્રધાનને આવકારવા ઉત્સાહિત જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદી ભુજથી અમદાવાદ પહોંચ્યા હતા, અમદાવાદ શહેરના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાનના 'રોડ શૉ'નો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ શૉમાં જોડાયા હતા. લોકોએ તીરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતુ. મુસ્લિમ સમાજના લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતુ. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ પણ જોડાયા હતા. જેમા રોડ પર મોદી મોદી ના નારા લોકોએ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાથમાં તીરંગા લઈને ઉભા હતા. જેમણે પીએમ મોદીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.

Advertisement

અમદાવાદમાં ત્રણ કિલોમીટરના અંતરમાં પીએમ મોદીનું 19 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્ય થકી વડાપ્રધાનનું અભિવાદન કરાયુ હતુ. જેમાં સૈનિક સ્વાગત, નાસિક ઢોલ, ડાંડિયા રાસ સહિતના સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રોડ શોમાં જોડાયા હતા.

Advertisement
Tags :
Advertisement