For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે

01:19 PM Mar 22, 2025 IST | revoi editor
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે. આ મુલાકાતની જાહેરાત શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સંસદમાં પોતાના સંબોધન દરમિયાન કરી હતી. શ્રીલંકાના ન્યૂઝ પોર્ટલ Adedarana.lk ના અહેવાલ મુજબ, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે.

Advertisement

શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે પહેલાથી જ પુષ્ટિ આપી હતી કે વડા પ્રધાન મોદીની આ મુલાકાત 2024 માં રાષ્ટ્રપતિ દિસાનાયકેની ભારત મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન, વ્યવસાય, ઉર્જા અને માળખાગત સુવિધાઓ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કરારો અમલમાં મૂકવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધો છે અને આ મુલાકાત દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવશે.

રાષ્ટ્રપતિ દિસાનાયકે સંસદને એ પણ માહિતી આપી હતી કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન, શ્રીલંકાના પૂર્વીય બંદર જિલ્લા, ત્રિંકોમાલીના સંપુર વિસ્તારમાં એક પાવર પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શ્રીલંકાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે અને વીજળી ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરશે. આ પ્રોજેક્ટ શ્રીલંકાના અર્થતંત્ર માટે પણ ફાયદાકારક સાબિત થશે કારણ કે તે દેશને ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધવામાં મદદ કરશે.

Advertisement

આરોગ્ય મંત્રી નલિન્દા જયથિસ્સાએ જણાવ્યું હતું કે ભારત અને શ્રીલંકાએ ગયા મહિને ત્રિંકોમાલીમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, 50 મેગાવોટ (તબક્કો 1) અને 70 મેગાવોટ (તબક્કો 2) ની ક્ષમતાવાળા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું નિર્માણ અને સંચાલન શ્રીલંકાના સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB) અને ભારતના નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) દ્વારા કરવામાં આવશે. આ સંયુક્ત સાહસ ભારત-શ્રીલંકા ઊર્જા સહયોગને વધુ મજબૂત બનાવશે અને શ્રીલંકામાં ગ્રીન ઊર્જાના વિસ્તરણમાં મદદ કરશે.

Advertisement
Tags :
Advertisement