For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા

11:38 AM Nov 22, 2025 IST | revoi editor
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી g20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા
Advertisement

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા છે. 2016 બાદ પ્રધાનમંત્રી મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર મુલાકાત છે. તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમિટ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હશે, સંમેલનમાં તેઓ વસુધૈવ કુટુંબકમ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના ભારતના દ્રષ્ટિકોણને પણ રજૂ કરશે. 2014 બાદ શ્રી મોદીનું આ 12મું G20 શિખર સંમેલન હશે.

Advertisement

G20 સંમેલનથી અલગ શ્રી મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને અન્ય દેશોના નેતાઓને પણ મળશે. તેઓ ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે. આ ગ્લોબલ સાઉથમાં આયોજિત સતત ચોથી G20 સમિટ છે. આ વર્ષના સંમેલનની વિષયવસ્તુ “એકતા, સમાનતા અને ટકાઉપણું” છે. દક્ષિણ આફ્રિકાએ તેના પ્રમુખપદ અંતર્ગત આપત્તિ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા, ઓછી આવક ધરાવતા દેશો માટે દેવાનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા, ન્યાયી ઉર્જા સંક્રમણ માટે નાણાં એકત્રિત કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ ખનિજોનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement