આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ઉપરાંત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાજર રહેશે.
વડાપ્રધાન મોદી કટરા ખાતે જાહેર રેલીને સંબોધિત કરશે
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં આ ટ્રેન સાંગલદાનથી બારામુલ્લા સુધી દોડી રહી છે. વડાપ્રધાન 19 એપ્રિલના રોજ સવારે નવી દિલ્હીથી ઉધમપુર આર્મી એરપોર્ટ પર ઉતરવાના છે. અહીંથી તેઓ ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પર ઉડાન ભરશે. વડાપ્રધાન મોદીને પુલના નિર્માણ અને આ પુલના નિર્માણમાં ઇજનેરોએ કેવી ભૂમિકા ભજવી છે, તે અંગે માહિતી આપવામાં આવશે. આ પછી વડાપ્રધાન મોદી માતા વૈષ્ણોદેવી બેઝ કેમ્પ કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન મોદી દિલ્હી પરત ફરતા પહેલા બપોરે કટરા ખાતે જાહેર રેલીને સંબોધિત કરશે.
જમ્મુથી ખીણ સુધી ટ્રેન સંચાલન આ વર્ષે શરૂ થશે
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ રેલ્વે સ્ટેશન પર વિસ્તરણ કાર્ય પૂર્ણ થયા પછી જેમાં પ્લેટફોર્મની સંખ્યા વધારવાનો સમાવેશ થાય છે. જમ્મુથી ખીણ સુધી ટ્રેન સંચાલન આ વર્ષે જુલાઈ-ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી કે અન્ય કોઈ ભાગથી કાશ્મીર માટે કોઈ સીધી ટ્રેન નહીં ચાલે. મુસાફરોએ કટરા ખાતે ઉતરીને ટ્રેન બદલવી પડશે. બાદમાં જમ્મુમાં પણ આ જ પ્રક્રિયા અનુસરવામાં આવશે. કટરાથી બારામુલ્લા સુધીની વંદે ભારત એક્સપ્રેસ સહિત ટ્રેનના અનેક ટ્રાયલ રન સફળ રહ્યા છે અને સલામતીના મુદ્દાઓ પણ ઉકેલાઈ ગયા છે.
સાંગલદાન-રિયાસી સેક્શનનું કામ પણ ગયા વર્ષે જૂનમાં પૂર્ણ થયું
કુલ 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટમાંથી 118 કિમી લાંબા કાઝીગુંડ-બારામુલ્લા સેક્શનનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 2009 માં શરૂ થયો હતો. ત્યારબાદ જૂન 2013 માં 18 કિમી લાંબા બનિહાલ-કાઝીગુંડ લિંક, જુલાઈ ૨૦૧૪માં ૨૫ કિમી લાંબા ઉધમપુર-કટરા સેક્શન જેમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 48.1 કિમી લાંબા બનિહાલ-સાંગલદાન સેક્શનનો સમાવેશ થાય છે. 46 કિમી લાંબા સાંગલદાન-રિયાસી સેક્શનનું કામ પણ ગયા વર્ષે જૂનમાં પૂર્ણ થયું હતું, જ્યારે રિયાસી અને કટરા વચ્ચેનો 17 કિમીનો ભાગ બાકી હતો. જે ત્રણ મહિના પહેલા પૂર્ણ થયો હતો. જે બાદ ભારત સહિત વિવિધ ટ્રેનોનું પરીક્ષણ શરૂ કરી શકાશે.