પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા હતા.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, "પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ કરશે. નાનપણથી જ, તેમણે ભગવાન ઈસુ ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા. તેમણે ગરીબો અને વંચિતોની ભક્તિભાવથી સેવા કરી. તેમણે પીડિત લોકોમાં આશાની ભાવના જગાવી." મને તેમની સાથેની મારી મુલાકાતો ખૂબ જ યાદ છે અને સમાવિષ્ટ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી હું ખૂબ પ્રેરિત થયો છું. ભારતના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.