પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાન હાનિ પર શોક વ્યક્ત કર્યોc
11:44 AM Oct 24, 2024 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
Advertisement
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, "બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
Advertisement
Advertisement