For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરખેજમાં નેશનલ હાઈવે પરની 4 દરગાહ અને મંદિર સહિતના દબાણો હટાવાયા

05:57 PM Jul 09, 2025 IST | revoi editor
સરખેજમાં નેશનલ હાઈવે પરની 4 દરગાહ અને મંદિર સહિતના દબાણો હટાવાયા
Advertisement
  • 4 દરગાહ, 1 કબ્રસ્તાન અને મંદિર-નાની દેરીને રોડ પરથી દૂર કરાયા,
  • પીઆઈ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા,
  • મ્યુનિ.કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટીએ હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી

અમદાવાદઃ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા શહેરના સરખેજથી વિશાલા સુધી સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા સુધીના રોડ ઉપર આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે કરવામાં છે. ગઈકાલે મંગળવારે મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ ઉપર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરગાહ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનોને દૂર કરવામાં આવ્યા હતા.

Advertisement

શહેરમાં સરખેજથી વિશાલા સુધી સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા સુધીના રોડ ઉપર આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી મ્યુનિ.કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. સરખેજ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને તંત્રએ બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દીધા હતા. હાઇવે ઑથોરિટી સાથે સંકલન સાધી એક મંદિર અને ચાર દરગાહને તોડી પાડવામાં આવી હતી. સરેખેજમાં હાઇવે વિસ્તરણ કાર્યમાં આ ગેરકાયદે બાંધકામો અવરોધ બની રહ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે.

સરખેજથી વિશાલા સુધીના રોડ પર મોડી રાત્રે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાઇવે વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરતી વખતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના પગલે કેટલાંક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, અધિકારીઓએ આ વિશે યોગ્ય સૂચના આપી હતી અને કાનૂની જોગવાઈના આધારે મામલો થાળે પાડી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement