For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાશે, 1150 ઝૂપડાવાસીઓને સુચના અપાઈ

02:16 PM Jan 17, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાશે  1150 ઝૂપડાવાસીઓને સુચના અપાઈ
Advertisement
  • GMC, પાટનગર યોજના ભવન અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરાશે
  • ઝૂંપડાવાસીઓને બે દિવસનો સમય અપાયો
  • સૌથી વધુ દબાણો સેક્ટર-6માં કરાયેલા છે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન. પાટનગર યોજના ભવન તેમજ વન વિભાગ દ્વારા સંયુક્તરીતે ઝૂંબેશ હાથ દરવામાં આવશે. જે વિસ્તારોમાં દબાણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે વિસ્તારના દબાણકર્તાઓને સ્વૈચ્છિકરીતે દબાણો હટાવી લેવાની સુચના આપવામાં આવી છે.

Advertisement

ગાંધીનગર શહેરમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પાટનગર યોજના વિભાગ અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માનવીય અભિગમ સાથે પ્રથમ બે દિવસ માટે દબાણકર્તાઓને મૌખિક ચેતવણી આપવામાં આવી રહી છે. પ્રથમ દિવસના સર્વેમાં જ ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. સેક્ટર 1થી 8 સુધીમાં કુલ 1150 ઝૂંપડાઓનું દબાણ મળી આવ્યું છે. સૌથી વધુ દબાણ સેક્ટર-6માં છે, જ્યાં કડીયા નાકા અને શ્રમિકોના કારણે 460 ઝૂંપડા છે. અન્ય સેક્ટરોમાં દબાણની સ્થિતિ જોઈએ તો સેક્ટર-1માં 29, સેક્ટર-2માં 105, સેક્ટર-3માં 98, સેક્ટર-3 ન્યુમાં 70, સેક્ટર-4માં 92, સેક્ટર-5માં 80, સેક્ટર-7માં 160 અને સેક્ટર-8માં 50 ઝૂંપડા છે. અગાઉ શહેરની જમીન વિવિધ વિભાગો વચ્ચે વહેંચાયેલી હોવાથી દબાણ હટાવવામાં મુશ્કેલી પડતી હતી. હવે તમામ વિભાગોએ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી છે. બે દિવસની મુદત પછી જો દબાણકર્તાઓ જાતે દબાણ નહીં હટાવે તો બુલડોઝર ફેરવવામાં આવશે. દબાણ હટાવ ઝુંબેશની શરૂઆત સૌથી વધુ દબાણ ધરાવતા સેક્ટર-6થી થાય તેવી શક્યતા છે. (FILE PHOTO)

Advertisement
Advertisement
Tags :
Advertisement