રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલને રાષ્ટ્રપતિ મુર્મુની મંજુરી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી સાથે, રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ કાયદો બની ગયું છે. આ બિલ ભારતના રમતગમત વહીવટમાં સુધારાનું વચન આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની મંજૂરી સોમવારે મળી ગઈ છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, "સંસદના અધિનિયમને 18 ઓગસ્ટ2025 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને તે સામાન્ય માહિતી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે - રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ, ૨૦૨૫." રમતગમત બિલ એક દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ હતું.
છેલ્લા એક વર્ષથી વિવિધ હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ પછી તેને પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ 23 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 11 ઓગસ્ટના રોજ ત્યાં પસાર થયું હતું. એક દિવસ પછી, રાજ્યસભાએ બે કલાકથી વધુ ચાલેલી ચર્ચા પછી તેને પસાર કર્યું હતું.
નવો કાયદો માત્ર વહીવટી ધોરણો જ નહીં, પણ વિવાદોના ઝડપી નિરાકરણ માટે રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલની રચનાની પણ જોગવાઈ કરે છે. આ ઉપરાંત, તે રાષ્ટ્રીય રમતગમત ચૂંટણી પેનલની રચના વિશે પણ વાત કરે છે જે રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (NSF) ની ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે, જે ઘણીવાર વિવાદોથી ઘેરાયેલા રહે છે.