ભોજનના ટેસ્ટને વધુ ટેસ્ટી બનાવવા ઘરે તૈયાર કરો પનીરની આ વાનગી
જો તમને મસાલેદાર ખોરાક ગમે છે તો પનીર થેચા તમારા માટે એક સારો વિકલ્પ છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે. મસાલાઓનો ખાસ સ્વાદ તેને અલગ બનાવે છે. તે ઘરે ઝડપથી બનાવી શકાય છે અને દરેક પ્રસંગે પસંદ કરવામાં આવે છે. પનીર થેચાની સુગંધ અને સ્વાદ ખાવાની મજા આપે છે. તમે તેને કોઈપણ ખાસ દિવસે પીરસી શકો છો.
• જરૂરી સામગ્રી
લીલા મરચાં - ૩
લસણ - ૪ થી ૫ કળી
મગફળી (શેકેલી અને છોલી લીધેલા) - 1/4 કપ
મીઠું - સ્વાદ મુજબ
કાળું મીઠું - સ્વાદ મુજબ
લીંબુનો રસ - 1/2 લીંબુનો
કોથમી - થોડી (મુઠ્ઠીભર)
તેલ - 1 ચમચી
ડુંગળી - 1 બારીક સમારેલી
મીઠો લીમડો - થોડા પાન
પનીર - 1 કપ (સમારેલી)
પાણી - જરૂર મુજબ
• બનાવવાની રીત
સૌપ્રથમ, એક તપેલી ગરમ કરો અને તેમાં લીલા મરચાં, લસણ અને મગફળી ઉમેરો અને ધીમા તાપે 1 થી 2 મિનિટ સુધી શેકો. આ પછી મીઠું અને કાળું મીઠું ઉમેરો અને 4 થી 5 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. જ્યારે આ મિશ્રણ શેકાઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. જ્યારે તે ઠંડુ થાય, ત્યારે આ મિશ્રણને એક પેસ્ટલ-ક્રશરમાં નાખો અને લીંબુનો રસ અને કોથમી ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બારીક સમારેલી ડુંગળી અને મીઠો લીમડો ઉમેરો અને થોડી સેકન્ડ માટે સાંતળો. પછી આ પેનમાં તૈયાર કરેલું થેચા મિશ્રણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે પનીરના ટુકડા ઉમેરો, થોડું પાણી ઉમેરો અને ફરીથી મિક્સ કરો અને પેનને ઢાંકણથી ઢાંકી દો અને થોડી સેકન્ડ માટે રાંધો. છેલ્લે ગેસ બંધ કરો અને થેચા પનીરને પ્લેટમાં કાઢી ગરમાગરમ પીરસો.