For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં છઠ્ઠ પૂજા મહાપર્વની ઉત્તર ભારતીયો દ્વારા તૈયારીઓ

05:02 PM Nov 05, 2024 IST | revoi editor
અમદાવાદમાં છઠ્ઠ પૂજા મહાપર્વની ઉત્તર ભારતીયો દ્વારા તૈયારીઓ
Advertisement
  • ઈન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીને કિનારે છઠ્ઠ પૂજા મહોત્સવ ઊજવાશે,
  • મુખ્યમંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહેશે,
  • મેઘાણીનગરમાં પણ છઠ્ઠ પૂજાનું આયોજન કરાયું

અમદાવાદઃ યુપી અને બિહારના ઘણાબધા પરિવારો ધંધા-રોજગાર અર્થે વર્ષોથી અમદાવાદ શહેરમાં વસવાટ કરી રહ્યા છે. અને પરપ્રાંતના લોકો પોતાના તહેવારો ધામ-ધૂમથી ઊજવતા હોય છે. ત્યારે આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. શહેરમાં રહેતાં ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ્ઠ પૂજા ઘાટ સહિત અલગ જગ્યાએ છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે, જેને લઇ હવે વિવિધ ઉત્તર ભારતીય સંગઠનો દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવે છે. જેને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો દ્વારા પોતાના તહેવારો ધામ ધૂમથી ઊજવતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઉત્તર ભારતીય વિવિધ સંગઠનો દ્વારા  સાબરમતી નદીના કિનારે  ઇન્દિરા બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર છઠ્ઠ પૂજાની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યુ છે.  જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાંથી કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. નદી પાસે આવેલા મેદાનમાં સાફ-સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં મહિલાઓ આ ઘાટ ઉપર પૂજા કરવા માટે આવશે.

આ અંગે છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટના અધ્યક્ષ ડો. મહાદેવ ઝાએ જણાવ્યું હતું કે, છઠ્ઠ પૂજા મહાપર્વનું અનેરુ મહત્વ હોય છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો પૂજા કરવા માટે આવશે. આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિત એએમસીના પદાધિકારીઓ, IAS અને IPS અધિકારીઓ પણ આ પૂજામાં ભાગ લેવા માટે આવશે. 7 નવેમ્બર ના રોજ સાંજે ચાર વાગ્યાથી આ પૂજાની શરૂઆત થશે જે બીજા દિવસે વહેલી સવારે આઠ વાગ્યા સુધી ચાલશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અંદાજે 25,000થી વધારે લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા માટે આવશે.  શહેરના અલગ અલગ અને દૂરના વિસ્તારમાંથી પૂજા કરવા માટે આવનારા લોકોના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે લોકો સાંજે અહીંયા આવશે. તેમના માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 5,000થી વધારે લોકો માટે જમણવાર કરવામાં આવશે. પછી રાત સુધી પૂજા અને ભજન કીર્તન લોકો ત્યાં બેસીને કરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા ઘાટ ઉપર કરવામાં આવી છે.

Advertisement

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ડમરુ સર્કલ પાસે આવેલા અંબિકા નગરમાં પણ છઠ્ઠ પૂજા મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે. મેઘાણીનગર, કુબેરનગર અને સૈજપુરના આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે. અંદાજે 10,000 થી વધારે લોકો આ પૂજા કરવા માટે આવશે.

Advertisement
Tags :
Advertisement