For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રાગોટ્યોત્સવની 13મી જાન્યુઆરીએ ઊજવણી કરાશે

03:47 PM Dec 02, 2024 IST | revoi editor
યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રાગોટ્યોત્સવની 13મી જાન્યુઆરીએ ઊજવણી કરાશે
Advertisement
  • અંબાજીના ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન,
  • 101 હવન કુંડ/ પાટલા નોંધાવવા માઈભક્તોને ટ્રસ્ટની અપીલ,
  • 13મી જાન્યુઆરીને પોષસુદ પુનમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીનો પ્રાગોટ્યોત્સવ આગામી તા. 13મી જાન્યુઆરીને પોષ સુદ પુનમના રોજ ધામધૂમથી ઊજવાશે. મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવે છે. વર્ષ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાતો હોય છે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે છે. મા જગતજનની જગદંબાના ધામમાં આગામી તા. 13 જાન્યુઆરીના દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

બનાસકાંઠામાં અરવલ્લીની ગીરી કંદરાઓમાં આવેલા અંબાજીનું મંદિર શક્તિપીઠ ગણાય છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તારીખ 13/01/2025ના રોજ પોષ સુદ-15 ના દિને માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાશે.  પોષસુદ પુનમને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે. માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યાગમાં 101 હવન કુંડ/પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.8799600890) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. 11,000/- રોકડ/ચેક/સ્કેનરથી જમા કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈભકતોને આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement