નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની કરી જાહેરાત
- ધન-ધાન્ય કૃષિ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ,
- બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડુતો પર વધુ ફોકસ કરાયું
- કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2025 માટે નારી, ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. જેમાં દેશના ગ્રોથનું મહત્ત્વની એન્જિન એમએસએમઈ માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે વિકાસ માટે પણ પ્રોત્સાહક સુધારાઓ જાહેર કર્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો હતો. સવારે 11 વાગ્યાથી નાણામંત્રીના બજેટનો પ્રારંભ થયો છે. આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી આશા છે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઇ રહ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ અંદાજપત્રીય પ્રવચનમાં જાહેરાત કરી હતી કે 'પીએમ ધન્ય ધાન્ય યોજના' લાવવામાં આવશે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. સુતર ઉદ્યોગને પ્રોત્સાહન, તેમજ કપાસ ઉત્પાદનમાં વધારો કરવા ધ્યાન કેન્દ્રિત કરાશે. બિહારમાં મખના બોર્ડની રચના કરવામાં આવશે. તેમજ કઠોળમાં આત્મનિર્ભર ભારત મિશનને વેગવાન બનાવાશે.
નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. નાણામંત્રીએ કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.