દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં કેજરિવાલને ચૂંટણી હિન્દુ બતાવાયા છે. ભાજપાના આ પોસ્ટર ઉપર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપાને આમ આદમી પાર્ટીએ ખુલ્લી ચેલેન્જ આપી છે.
દિલ્હી ભાજપાએ એક્સ ઉપર પોસ્ટ કરેલા પોસ્ટરમાં અરવિંદ કેજરિવાલ રુદ્રાક્ષની માળાની સાથે ફુલનો હાર પહેરેલા જોવા મળે છે. પોસ્ટમાં લખ્યું છે, ચૂંટણી હિન્દુ, આ પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં ઘંટડિયો જોવા મળે છે. પોસ્ટરની નીચે લખ્યું છે કે, મંદિર જવાનું છે આ મારા માટે એક છલાવા છે, પુજારીઓ માટે સમ્માન મારો ચૂંટણી દેખાડો, સનાતન ધર્મનો મેં હંમેશા મજાક ઉડાવ્યો છે. ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ તરીકે દર્શાવીને લખ્યું છે કે, જેને 10 વર્ષમાં ઈમામોને સેલરી આપી, જે ખુદ અને તેમની નાની પ્રભુ શ્રીરામના મંદિરથી ખુશ નથી, જેમણે મંદિર અને ગુરુદ્વારાની બહાર દારૂના ઠેકા ખોલ્યાં, જેમની રાજનીતિ હિન્દી વિરોધી રહ્યાં છે તેમને હવે ચૂંટણી આવતા જ પુજારીઓ અને ગ્રંથિયો યાદ આવી ગયા.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોસ્ટર પલટવાર કરતા પોસ્ટ કર્યું હતું કે, ભાજપામાં હિમ્મત હોય તો અરવિંદ કેજરિવાલની ખુલ્લી ચેલેન્જને સ્વિકાર કરે, આપ એ ભાજપાને ચેલેન્જ કર્યું છે કે, ભાજપાની 20 રાજ્યમાં સરકાર છે ત્યાં પુજારી-ગ્રંથી સમ્માન યોજના શરુ કરીને બતાવે. કેજરિવાલે કહ્યું કે, ભાજપા મારી ચેલેન્જ સ્વિકાર કરે.