અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોનું જુની પેન્શન યોજના ચાલુ કરવા પોસ્ટકાર્ડ અભિયાન
- રાજ્ય સરકારે જાહેરાત કરી છતાં હજુ અમલ શરૂ કરાયો નથી
- શિક્ષકો હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે
- અગાઉ પણ રજુઆત કરી છતાંયે જુની પેન્શન યોજનાનો અમલ કરાતો નથી
અમદાવાદ: ગુજરાત સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હોવા છતાંયે એનો હજુ અમલ કરાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના શિક્ષકોએ વહેલી તકે જુની પેન્શન યોજના લાગુ કરવા માટે મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. શિક્ષકોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરશે.
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે તો બીજીતરફ અમદાવાદ મ્યુનિના શિક્ષકોએ લડત શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલબોર્ડના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતા તેનો અમલ કરવામાં આવ્યો નથી તેને લઈને હવે શિક્ષકો પણ નારાજ થયા છે. જુની પેન્શન યોજના લાગુ નહિ કરવામાં આવતા શિક્ષકો હવે વિરોધના મુડમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોએ આ મામલે પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યું છે. આ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરશે. શિક્ષકોનું કહેવું છે કે, રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જુની પેન્શન યોજના લાગુ નહિ કરતા વિરોધ કર્યો છે.