હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગમાં સકારાત્મક સંકેત મળ્યા

08:35 AM Aug 16, 2025 IST | revoi editor
Advertisement

અલાસ્કાના એન્કોરેજમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મિટિંગ યોજાઈ હતી. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ બેઠકને સકારાત્મક ગણાવી હતી. જોકે, યુદ્ધવિરામ થઈ શક્યો ન હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહ્યું કે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈછે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ નિર્ણય ન લઈ શકાયો.

Advertisement

બંને દેશોના નેતાઓ વચ્ચેની આ બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે તો યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠક મોસ્કોમાં યોજાવી જોઈએ. જેના પર ટ્રમ્પે કહ્યું કે હવે ભવિષ્યમાં જોઈશું.

પુતિને કહ્યું કે જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખહોત, તો યુક્રેન સાથે યુદ્ધ ક્યારેય ન થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી, અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ સારા સંપર્ક નહોતા. પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્ક સ્થાપિત થયા છે, જે અગાઉના 'ખૂબ જ મુશ્કેલ સમયગાળા' પછી જરૂરી હતા. યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા અને નિષ્ઠાવાન રસ બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સહમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે પરસ્પર સમજણ યુક્રેનમાં શાંતિ લાવશે.

Advertisement

Advertisement
Advertisement
Next Article