For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, લાહોરનો AQI 1000 ને પાર

01:19 PM Nov 09, 2024 IST | revoi editor
પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું  લાહોરનો aqi 1000 ને પાર
Advertisement
  • લાહોરની સ્કૂલ-કોલેજો બંધ
  • પ્રદુષણને કારણએ જનજીવન ઉપર વ્યાપક અસર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણને લઈને અનેક સ્થળો બંધ કરાયા. લાહોર અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યાનો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો. ઉલ્લેખનીય છે કે, લાહોરનો AQI 1000 ને પાર છે. 

Advertisement

17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે શુક્રવારે પણ તમામ જાહેર ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલયો, સંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો અને રમતના મેદાનોને 17 નવેમ્બર સુધી બંધ કરી દીધા છે. પ્રાંતનો મોટો હિસ્સો ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યો છે અને હવા ગુણવત્તા સૂચકાંક જોખમી સ્તરે રહે છે. 14 મિલિયનની વસ્તી ધરાવતું લાહોર શહેર ઓક્ટોબરથી ધુમ્મસનો સામનો કરી રહ્યું છે. ગુરુવારે શહેરનોAQI 1000 હતો અને શુક્રવારે AQI 600થી ઉપર હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement