For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં AK-47 જેવી રમકડાની બંદુક સાથે બાઈક પર સ્ટંટ કરતા 3 યુવાનોને પોલીસે પાઠ ભણાવ્યા

02:45 PM Nov 16, 2025 IST | Vinayak Barot
સુરતમાં ak 47 જેવી રમકડાની બંદુક સાથે બાઈક પર સ્ટંટ કરતા 3 યુવાનોને પોલીસે પાઠ ભણાવ્યા
Advertisement
  • ત્રિપલ સવારી બાઈક પર યુવાનોએ બંદુક સાથે ફરતા લોકોમાં ભય વ્યાપી ગયો,
  • બંદુક સાથે બાઈક પર ફરતા યુવાનોનો વિડિયા વાયરલ થયો,
  • પોલીસે બાઈક નંબરના આધારે ત્રણેય યુવાનોને પકડીને માફી મંગાવી

સુરતઃ યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતા જાય છે. અને રિલ બનાવવાના ચક્કરમાં યુવાનો અવનવી હરકતો કરતા હોય છે. ત્યારે સુરતના સિંગણપોરના હરિદર્શનનાં ખાડા વિસ્તારમાંથી બાઈક પર જઈ રહેલાં ત્રણમાંથી એક યુવકે કારતૂસના સેટ સાથે AK-47 જેવી દેખાતી બંદૂકથી સ્ટંટ કર્યો હતો. બાઈક સવાર યુવાનોની બદૂક સાથેની આ હરકતોથી રાહદારીઓ અને અન્ય વાહનચાલકોમાં ભય જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બાઈકના નંબરના આધારે ત્રણેય યુવાનોની અટકાયત કરી હતી. પોલીસે યુવાનોની પૂછપરછ કરતા તેમણે રમકડાથી બંદુકથી શોબાજી કરવા બાઈક પર નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય યુવકને કાન પકડાવી માફી માંગવી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના સિંગણપોર પોલીસ પાસે એક વીડિયો આવ્યો હતો. જેમાં હરિદર્શનના ખાડા વિસ્તારમાંથી એક બાઈક પસાર થઈ રહી હતી, જેની પર ત્રણ યુવનો સવાર હતા. બાઇક સવાર ત્રણ પૈકી વચ્ચે બેસેલાં એક યુવકે લાંબી એ.કે. 47 જેવી દેખાતી બંદૂક પકડી હતી. બંદૂકની ઉપરનાં ભાગે કારતૂસનો સેટ પણ હતો. ઠંડા કલેજે પસાર થઈ રહેલાં આ યુવકોને જોઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળ્યો હતો.

તાજેતરમાં દિલ્હી થયેલાં બોમ્બ બ્લાસ્ટે દેશ આખામાં આતંકનો ઓથાર સજર્યો છે, ત્યારે બંદૂક જેવા હથિયાર સાથે ખુલ્લામાં ફરતાં આ યુવકોની હરકતથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 6ણેય યુવાનો બંદૂક સાથે બાઈક પર સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થતા બાઇક નંબરના આધારે પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના સિંગણપોર, ટેકરા ફળિયામાં રહેતાં હસમુખ કાલીદાસ ઓડ (ઉં.વ.35) તેનો ભાઈ વિક્રમ (ઉં.વ.32) અને મિત્ર રવિ શંકર પગારે (રહે, અંબિકાનગર, પાલનપોર ગામ) સાથે પ્લાસ્ટિકની રમકડાંની બંદૂક લઈ શો બાજી કરવા નીકળ્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસે પકડતાં ત્રણેય યુવકે કાન પકડી માફી પણ માંગી હતી. જોકે, પોલીસે આ ત્રણેય વિરૂદ્ધ બી.એન.એસ.ની કલમ 281, 292, 54 અને એમ.વી.એક્ટ 128, 129ની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો

Advertisement
Tags :
Advertisement