હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

થરાદમાં વાહનોના કાચ પર લાગાવેલી બ્લેક ફિલ્મ સામે પોલીસની કડક કાર્યવાહી

05:48 PM Jun 12, 2025 IST | revoi editor
Advertisement

થરાદઃ કાર કે કોઈપણ ફોરવ્હીલર વાહનો પરના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા સામે પ્રતિબંધ હોવા છતાંયે ઘણા વાહનચાલકો વાહનો પર બ્લેક ફિલ્મ લગાવતા હોય છે. ત્યારે થરાદમાં પોલીસ દ્વારા વાહનોમાં લગાવેલી બ્લેક ફિલ્મ સામે ઝૂંબેશ શરૂ કરી છે. થરાદ પોલીસે થરાદના ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમોના અમલ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશમાં કાળા કાચ લગાવેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

થરાદ પોલીસે હાઈવે પર કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહનોને રોકીને તપાસ કરીને વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસે વાહનો પરથી બ્લેક ફિલ્મ ઉતરાવવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા

થરાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો. ડીવાયએસપીએ જણાવ્યું કે ગુનાઈત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ વિવિધ ડ્રાઇવ કરી રહી છે. આજથી લાંબા ગાળાની નવી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ ધરાવતા અને નંબર પ્લેટ વગરના વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે આ અભિયાન ચાલુ રહેશે. આ કડક કાર્યવાહીથી કાળા કાચ રાખતા વાહનચાલકોમાં ભયનો માહોલ છે. આનાથી ટ્રાફિક નિયમોનું પાલન વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharblack film applied on vehicle windowsBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstrict action by policeTaja Samachartharadviral news
Advertisement
Next Article