For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તુર્કીમાં બળવાના પ્રયાસો સાથે જોડાયેલા 32 શકમંદોની પોલીસે અટકાયત કરી

03:00 PM Dec 25, 2024 IST | revoi editor
તુર્કીમાં બળવાના પ્રયાસો સાથે જોડાયેલા 32 શકમંદોની પોલીસે અટકાયત કરી
Advertisement

તુર્કી પોલીસે 2016ના બળવાના પ્રયાસના આરોપી લોકોને નિશાન બનાવીને ક્રેકડાઉન શરૂ કર્યું હતું જેમાં 32 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ચાર તુર્કી પ્રાંતોમાં ગુપ્તચર અને આતંકવાદ વિરોધી એકમોએ ઈઝમિરમાં મુખ્ય સરકારી વકીલની કચેરીએ ઓપરેશન હાથ ધર્યું હતું. આ લોકો ગુલેન સરકાર વિરોધી ચળવળમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 35 શંકાસ્પદ લોકો સામે ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. 15 જુલાઈ, 2016ના રોજ તખ્તાપલટના પ્રયાસ માટે તુર્કીની સરકાર આ લોકોને જવાબદાર માને છે. તપાસમાંએ પણ બહાર આવ્યું છે કે આ લોકો શંકાસ્પદ જૂથને ફરીથી ગોઠવવા અને નાણાકીય સહાય મેળવવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યાં હતા.

Advertisement

તુર્કિયેના રાષ્ટ્રીય જાહેર પ્રસારણકર્તા TRT એ અહેવાલ આપ્યો કે પોલીસ ટીમોએ શંકાસ્પદની હિલચાલને ટ્રેસ કરવા માટે છ મહિનાની દેખરેખ હાથ ધરી હતી. બાકીના 3 લોકોને પકડવાના પ્રયાસો ચાલુ છે. તમને જણાવી દઈએ કે મુસ્લિમ ધાર્મિક નેતા ફેતુલ્લા ગુલેનના નેતૃત્વમાં 2016માં તુર્કીમાં શરૂ થયેલા આ આંદોલન પર તુર્કી સરકાર તખ્તાપલટના પ્રયાસનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લગાવી રહી છે. આ આંદોલનમાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા. ગુલેનનું મૃત્યુ સપ્ટેમ્બરમાં અમેરિકામાં થયું હતું.

સ્થાનિક મીડિયા અનુસાર, મંગળવારે અગાઉ, તુર્કીની પોલીસે ચાર પ્રાંતોમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને ઇસ્લામિક સ્ટેટ (IS) માટે ભંડોળ એકત્ર કરવાના આરોપમાં 16 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. આ કાર્યવાહી પશ્ચિમી શહેર ઇઝમિરમાં મુખ્ય સરકારી વકીલની ઓફિસ દ્વારા કરવામાં આવેલી તપાસનો એક ભાગ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ પક્ષે 23 વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. વોરંટ બાદ, પોલીસે ઈઝમિર, મેર્સિન, અદાના અને મનિસામાં 10 વ્યવસાયો પર દરોડા પાડ્યા, 16 શંકાસ્પદ લોકોની અટકાયત કરી અને $4,110, 7,205 યુરો, 434,650 ટર્કિશ લિરા, 40 ગ્રામ સોનું અને અસંખ્ય ડિજિટલ સામગ્રી જપ્ત કરી.

Advertisement

Advertisement
Tags :
Advertisement