For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં વધતી જતી ગુનાખારીને ડામવા પોલીસ કમિશનરે જારી કરી ગાઈડલાઈન

06:18 PM Apr 04, 2025 IST | revoi editor
અમદાવાદમાં વધતી જતી ગુનાખારીને ડામવા પોલીસ કમિશનરે જારી કરી ગાઈડલાઈન
Advertisement
  • પોલીસ અધિકારીઓએ બપોરે 12થી 2 વાગ્યા સુધી લોકોની રજુઆતો સાંભળવી પડશે
  • પોલીસ ઈન્સ્પેક્ટરએ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે
  • રાતના સમયે વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવી પડશે

અમદાવાદઃ શહેરમાં ગુનાઈત પ્રવૃતિને ડામવા માટે શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને સિચના આપી છે, અને ખાસ ગાઈડલાઈન પણ જારી કરી છે, જેમાં પીઆઇથી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ 12થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભાળવા પડશે. દરેક પીઆઈએ રોજ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે. આ દરમિયાન પીઆઈએ પોતાનાં વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઇ અને તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે ગાઇડલાઇન બનાવી છે. જેમાં ખાસ મુલાકાતીઓને સાંભાળવા માટેનો સમય ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે. પીઆઇથી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ 12થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભાળવા પડશે. દરેક પીઆઈએ રોજ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે. આ દરમિયાન પીઆઈએ પોતાનાં વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે.

પોલીસ અધિકારીઓએ દરરોજ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન હાજર રહી કચેરીમાં આવતા મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. મુલાકાતીઓ અરજી આપે તો તેને સ્વીકારી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પીએસઆઇ અને પીએએ અરજદારોને મળી અરજદારની રજૂઆત સાંભળવાની રહેશે અને અરજી મેળવી અધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી માટે વંચાણે મુકવાની રહેશે. સામાન્ય રીતે પીઆઈએ સવારના સમયે કોર્ટમાં ગુનાના કામે મુદતે, તપાસનાં કામે સોગંદનામા અર્થે તેમજ અન્ય કામો અંગે હાજર રહેવાનું હોય છે. જેથી તેઓ સવારના 12થી 2 વાગ્યાની વચ્ચે સ્ટેશનમાં આવતા મુલાકાતીઓને કયારેક ના પણ મળી શકે. તેથી પીઆઈએ દરરોજ સાંજે 4થી 6ની વચ્ચે પોતાના સ્ટેશનમાં હાજર રહી મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. અને મુલાકાતી પોતાની રજૂઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

Advertisement

શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈએ દરરોજ સાંજે 6થી 9 વાગ્યા દરમિયાન પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોનું ચેકિંગ, નાસતા-ફરતા આરોપીઓનું ચેકિંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકિંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. તેમજ આ બાબતે નાયબ પોલીસ કમિશનરે પોતાના તાબાના પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે. જ્યારે થાના પીઆઈનો નાઇટ રાઉન્ડ હોય ત્યારે તેઓ રાતે 9:30 વાગ્યે પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી શકશે અને 11 વાગ્યે રાબેતા મુજબ નાઇટ રાઉન્ડમાં નીકળવાનું રહેશે. બાદ નિયમ મુજબ 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાઇટ રાઉન્ડ કરવાનો રહેશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોલીસ કમિશનરે કરેલા આદેશમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે, તમામ પીઆઈએ જે દિવસે નાઇટ રાઉન્ડ હોય તેના બીજા દિવસે 12:30 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ ઉપર પહોંચી જવાનું રહેશે. તેમજ જ્યારે નાઇટ રાઉન્ડ ના હોય તો સવારે 10 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર પહોંચવાનું રહેશે. આ તમામ આપેલ સૂચનાઓ અમદાવાદ શહેરની તમામ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન (ક્રાઇમ, સાયબર, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામ)ને લાગુ પડશે.

Advertisement
Tags :
Advertisement