For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં વાહનો પર આંખોને આંજી નાંખતી સફેદ LED સામે પોલીસની ઝૂંબેશ

03:05 PM Nov 22, 2024 IST | revoi editor
સુરતમાં વાહનો પર આંખોને આંજી નાંખતી સફેદ led સામે પોલીસની ઝૂંબેશ
Advertisement
  • શહેરમાં 20 જેટલા વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો,
  • સફેદ LEDને લીધે અકસ્માતોના બનાવો વધતા હોવાનું તારણ,
  • વાહનોની હેડલાઈટ્સમાં પ્રોજેક્ટર લગાવનારા સામે પગલાં લેવાશે

સુરતઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. અકસ્માતોના વિવિધ કારણોમાં વાહનો પર સફેદ એલઈડી પ્રોજેક્ટર હેડ લાઈટ્સ પણ કારણભૂત છે. આવી લાઈટ્સ પ્રતિબંધિત છે. છતાંયે વાહનચાલકો બિન્દાસ્તથી પોતાના કાર કે એસયુવીમાં એલઈડી પ્રોજેક્ટર લાઈટો ફીટ કરાવે છે, સફેદ એલઈડી લાઈટને લીધે  સામે આવતા વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના લીધે પણ અકસ્માતો સર્જાયા હોય છે. ત્યારે હવે સુરત પોલીસે વાહનો પર વ્હાઈટ એલઈડી હેડલાઈટ સામે ઝૂંબેશ શરૂ કરી છે. અને 20 જેટલા વાહનચાલકોને પકડીને દંડ વસુલવામાં આવ્યો હતો.

Advertisement

સુરત શહેરમાં પોતાના વાહનો પર વ્હાઈટ લાઈટ લગાડીને ફરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને 20 જેટલા વાહનચાલકો પાસેથી દંડ લેવાની સાથે તેમને વ્હાઈટ લાઈટના ખતરાઓ અંગે જાણકારી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. સુરતમાં પહેલી વાર આવી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. શહેરમાં એક બાજુ રસ્તાઓ ઉપર લાખોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક જીવલેણ અને ગંભીર અકસ્માતો પણ થતા હોય છે. અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની સાથોસાથ અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.

શહેરના ​​​​​​​DCP ઝોન-4 વિજય સિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના વાય જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટર લાઈટ લગાવીને ફરતા 20 જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે 500 રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે,  શહેરમાં પોતાના વાહનો ઉપર વાઈટ પ્રોજેટ્કર લાઈટ લગાવીને ફરતા વાહન ચાલકો સામે એમવી એક્ટ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્હાઈટ લાઇટને કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકને કઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાય જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું છવાય જાય જેને કારણે એક્સિડન્ટ​​​​​​​​​​​​​​ થવાની સંભાવના અને ખતરો હોય છે. જેથી, પહેલી વાર સુરત શહેરમાં આવી લાઈટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમવી એક્ટ મુજબ LED પ્રોજેક્ટર લાઈટ પોતાના વાહનો ઉપર લગાવી એ ગેરકાયેદસર ગણાય છે. એટલું જ નહીં પણ મોટાભાગના વાહન ચાલકોને આ અંગે ખબર જ નથી. અવેરનેસને અભાવે પણ તેઓ આ પ્રકારની લાઈટ લગાવીને વાહન ચલાવતા હોય છે. જેથી, વાહન ચાલકોમાં અવેરનેસ આવે એવું પણ જરૂરી છે.

Advertisement
Tags :
Advertisement