For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે એક મોટી IPL સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો

04:53 PM Apr 02, 2025 IST | revoi editor
ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે એક મોટી ipl સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો
Advertisement

નવી દિલ્હી: આગ્રામાં પોલીસે એક મોટી IPL સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ક્લબ સ્ક્વેર 8 કાફે પર દરોડા પાડ્યા અને 9 બુકીઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળેથી 1.62 લાખ રૂપિયા રોકડા, 10 મોબાઈલ ફોન, 1 એસયુવી કાર, 2 ટુ-વ્હીલર અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.

Advertisement

આગ્રા પોલીસને માહિતી મળી હતી કે IPL મેચ દરમિયાન ક્લબ સ્ક્વેર 8 કાફેમાં સટ્ટો રમાઈ રહ્યો છે. ત્યારબાદ SOG ટીમ અને જગદીશપુર પોલીસ સ્ટેશને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને કાફેમાં દરોડા પાડ્યા હતા. પોલીસ આવતાની સાથે જ બુકીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા.

2 આરોપીઓ વોશરૂમમાં છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને પણ પોલીસે પકડી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કાફેમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો છે. સ્થાનિક લોકોને આ વિશે કોઈ જાણકારી નહોતી, પરંતુ પોલીસ દરોડામાં આખી ગેંગનો પર્દાફાશ થયો છે. આ કાફે છેલ્લા દોઢથી બે વર્ષથી ચાલી રહ્યું હતું અને તે ધીમે ધીમે જાણીતું થઈ રહ્યું હતું.

Advertisement

પોલીસે 9 લોકોની ધરપકડ કરી
પોલીસે 9 લોકની ધરપકડ કરી હતી. કાફે ઓપરેટર ગૌતમ ધાકડ ઉપરાંત પોલીસે બબલુ ધાકડ, હર્ષ સ્વરૂપ ધાકડ, વિજેન્દ્ર સિંહ, નિખિલ સિંહ, ગાંડી દોરી લાલ, નીતિન શર્મા અને વિજય સિંહની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન જ બધા આરોપીઓ આમતેમ દોડવા લાગ્યા હતા, પરંતુ પોલીસે કોઈને પણ ભાગવા દીધા નહીં. આ બાબતે એડીસીપીએ કહ્યું કે અમે 9 લોકોને રંગે હાથે પકડ્યા છે. તેમની પાસેથી 1,62,000 રૂપિયા, 10 મોબાઈલ ફોન, 1 એસયુવી, 2 ટુ-વ્હીલર અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. બધા આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.મ

Advertisement
Tags :
Advertisement