For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પાસે પોલીસ અને RTOની ડ્રાઈવ, 40 કર્મચારી દંડાયા

05:52 PM Jan 30, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પાસે પોલીસ અને rtoની ડ્રાઈવ  40 કર્મચારી દંડાયા
Advertisement
  • સીટબેલ્ટ અને હેલ્મેટની નિયમનો ભંગ કરનારા કર્મચારીઓ દંડાયા
  • કચેરીમાં કામ માટે વાહનો લઈ આવતા લોકો પણ નિયંમ ભંગ કરતા દંડાયા
  • વાહનચાલકો પાસેથી 35000નો દંડ વસુલાયો

સુરેન્દ્રનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોની ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે કલેક્ટર કચેરીમાં આવતા કર્મચારીઓ અને નાગરિકો ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન કરે તે માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કલેકટર કચેરીના ઝાંપા પાસે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ સાથે કચેરીમાં આવેલા 40 જેટલા વાહનચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેર્યા હોય દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, મહાનગર પાલિકા સહિતની તમામ કચેરીઓ આવેલી છે. કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓ બાઇક અથવા કાર લઇને ઓફિસે આવે છે. ઉપરાંત કચેરીઓમાં જુદા જુદા કામ માટે પણ અનેક લોકો આવતા હોય છે. આ લોકો કચેરીમાં જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી હોતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને આરટીઓ અધિકારી એસ.આર.ગામીત, એન.ડી.ઉપાધ્યાય અને ટીમની સાથે ટ્રાફિક પીએસઆઇ એલ.બી. બગડા સહિતના સ્ટાફે ખાસ કરીને કલેક્ટર કચેરી તથા કચેરીની બાજુમાં ચેકિંગ માટેની ખાસ ડ્રાઇવ રાખી હતી. જેમાં કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓની સાથે કચેરીમાં આવેલા લોકોનું ચેકિંગ કર્યું હતું.

જિલ્લા કલેકટર કચેરીની બહાર આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઈવમાં મોટા ભાગના વાહનચાલક કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા તેમને કારચાલક અધિકારીઓએ સીટ બેલ્ટ બાંધ્યા ન હતા તેવા 40 કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન કુલ રૂ.35 હજારથી વધુની રકમનો દંડ પણ વસૂલ કરવા આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement