પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને PM શરીફના સલાહકારે ભારત ઉપર લગાવ્યો આરોપ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ એક ટ્રેન હાઈજેક કરી છે જેમાં 500થી વધારે મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ આતંકવાદી ઘટનાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફના સલાહકાર સનાઉલ્લાહએ ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ આ ઘટનામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બલોચ વિદ્રોહીઓએ આખી ટ્રેન હાઈજેક કરી હતી. જો કે, ટ્રેનમાં સવાર મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યાં હતા. જ્યારે પાકિસ્તાની સેનાના જવાનો, ગુપ્તચર એજન્સીના અધિકારી-કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સરકારી અધિકારી-કર્મચારીઓને બંધક બનાવ્યાં હતા. રિપોર્ટ અનુસાર આ બનાવની જવાબદારી બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ લીધી હતી. તેમજ ટ્રેન પાટા ઉપર ઉતરવાનો દાવો કર્યો હતો. બલોચ વિદ્રોહીઓએ 214 પ્રવાસીઓને બંધક બનાવ્યાં છે.
દરમિયાન પાકિસ્તાનના પીએમ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહએ આ ઘટનાને લઈને ભારત ઉપર પાયાવિહોણો આક્ષેપ કર્યો છે. આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન હવે આતંકવાદનો ભોગ બની રહ્યું છે. ભારતમાં અરાજકતા ફેલાવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપનાવ પાકિસ્તાન હવે કોઈ પણ પુરાવા વિના ટ્રેન હાઈજેક મામલે ભારત ઉપર આક્ષેપ કરી રહ્યું છે.
દાવાએ દાવો કર્યો હતો કે, આ ઘટના પાછળ ભારતનો હાથ છે. પાકિસ્તાન મીડિયા ડોન સાથે વાતચીતમાં રાણાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બેઠા-બેઠા ભારત આ ઘટનાને સંચાલિત કરી રહ્યું છે. આ તમામ ભારત જ કરાવી રહ્યું છે તેમાં કોઈ શંકા નથી. આવી ઘટનાઓ બાદ વિદ્રોહીઓને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આક્ષ્ય મળી જાય છે.